યાત્રા અંગે એ બધું જે તમે જાણવા માંગો છો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિતાણા ડુંગર પ્લાસ્ટિક ફ્રી ઝોન છે આથી યાત્રાએ જતાં સમયે કોઇપણ જાતનું પ્લાસ્ટિક સાથે રાખશો નહીં.

જય તળેટીથી ઘેટી પાગ સુધીની સંપૂર્ણ યાત્રા કરતા ઓછામાં ઓછા 6 થી 7 કલાક થાય છે.

ડુંગર પર ઠેક ઠેકાણે અને છ ગાઉના રસ્તે પણ સાદુ પાણી અને ઉકાળેલા પાણીના પરબો આવેલા છે. આ ઉપરાંત ઠેક ઠેકાણે ડોકટરી સારવારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ડુંગર પર ઉપર જતાં ઓક્સિજન ઓછો મળે છે. આથી સાથે કપુરની ગોટી રાખીએ તો ઉપયોગી બને છે. ઉપરાંત ખુલ્લા કપડા ગરમીથી રક્ષણ માટે ટોપી, ગોગલ્સ, રૂમાલ પણ રાખી શકાય છે.

તળેટીએથી ડોળી કરનારે ડોળીવાળાને નામ અને તેનો નંબર પોતાના સાથે રહેલા પોતાના સગા-સંબંધીઓને આપી રાખવો જોઇએ.

યાત્રા પૂર્ણ થાય ત્યાં ઘેટીપાગે જુદા જુદા સંઘોના પાલની વ્યવસ્થા હોય છે. ઉપરાંત ઠેકઠેકાણે આરામગૃહો પણ હોય છે.

યાત્રા દરમિયાન મોબાઇલનું કવરેજ મળી રહે તે માટે બીએસએનએલ દ્વારા ખાસ મોબાઇલ ટાવર મુકવામાં આવેલ છે. આ ઉપરાંત ઘેટીભાગે ખાસ એનાઉન્સમેન્ટની વ્યવસ્થા કરવમાં આવી હોય છે. જેથી પોતાના સગા-સંબંધીઓને શોધવા માટે માઇક પર જાહેરાત કરાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...