આ પ્રકારે થાય છે શેત્રુંજય મહાયાત્રા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શત્રુંજય મહાયાત્રાનો પ્રારંભ પાલિતાણાની જય તળેટીથી કરવામાં આવે છે. યાત્રિકો જય તળેટી બાદ બાબુલ દેરાસર, જલ મંદિર, સમવસરણ, હનુમાન ધારા, રામપોલ થઇને આદિનાથ દાદાનું મુખ્ય દેરાસર છે. ત્યાં પહોંચે છે. ત્યાં યાત્રિકો ઋષભદેવ ભગવાનના દર્શન પૂજા કરે છે. યાત્રા દરમિયાન રસ્તામાં હિરબાઇનો કુંડ, ભુંખણદાસનો કુંડ વગેરે અનેક કુંડો પણ આવે છે. છ ગાઉની આ મહાયાત્રામાં ભગવાન ઋષભદેવના દર્શન કરી રામપોળથી બહાર આવી જમણી બજુના રસ્તેથી યાત્રિકો આગળની યાત્રા શરૂ કરે છે. જેમાં આગળ વધતા આ ગિરીરાજ ઉપર સૌ પ્રથમ મોક્ષ પામનાર દેવકીના છ પુત્રોનું મંિદર આવેલું છે. ત્યારબાદ ઉલ્કાજલ, અજીતનાથ, શાંતિનાથની દેરીઓ, ચંદન તલાવડી, ભાડવા ડુંગર અને સૌથી છેલ્લે સિદ્ધવડ આવે છે. જ્યાં યાત્રિકો ચૈત્ય વંદન કરી ધાર્મિક ક્રિયાઓ કરી છ ગાઉની મહાયાત્રાની પૂર્ણાહૂતિ કરે છે. જ્યાંથી આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા થયેલી પાલની વ્યવસ્થામાં જઇ પ્રસાદ લે છે.