તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાકરીયા, નંદકુંવરબા અને RMDની આગેકૂચ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ એમ.કે.ભાવનગર યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત વિમેન્સ આંતર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. ક્રિકેટ ગુરૂ સ્વ.જયંતિભાઇ ધરાજીયા ટી-20 આંતર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રથમ દિવસે આર.એમ.ડી. કોલેજ, વી.એમ.સાકરીયા કોલેજ અને નંદકુંવરબા મહિલા કોલેજે મેચ જીતી લીધી હતી જ્યારે જે.કે.સરવૈયા કોલેજની ટીમને વોક ઓવર મળ્યો હતો. સર બીસીસી મેદાન ખાતે નંદકુંવરબા મહિલા કોલેજની ટીમે 20 ઓવર્સમાં 4 વિકેટે 132 રન નોંધાવ્યા હતા. જેમાં હર્ષા સોલંકીના 40, અલ્પા બારૈયાના 25 રન મુખ્ય હતા.શિતલ ગોહેલ અને કિંજલ ડાભીને 1-1 વિકેટ મળી હતી. જવાબમાં પી.એન.આર. કોલેજ પાલિતાણાની ટીમ 20 ઓવર્સમાં 5 વિકેટે 121 રન નોંધાવી શકી હતી. જેમાં માનસી ગોંડલીયાના 44, રવિના મકવાણાના 10, મેઘા રાઠોડના 21 રન મુખ્ય હતા. ખુશાલી ગોસ્વામી, હર્ષા સોલંકી અને અલ્પા બારૈયાને 1-1 વિકેટ મળી હતી. બીજી મેચમાં આર.એમ.ડી. મહિલા કોલેજની ટીમે 20 ઓવર્સમાં 5 વિકેટે 118 રન નોંધાવ્યા હતા. જેમાં આરતી વાળાના 44, જાગૃતિ ચાવડાના 12 રન મુખ્ય હતા. વી.એમ.સાકરીયા કોલેજની ટીમ 18.1 ઓવર્સમાં 52 રને ઓલઆઉટ થઇ ગઇ હતી.

સ્વ.કિરીટ ઓઝા મેમોરિયલ
સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આજે સમાપન થશે
અંડર-5થી 17 સુધી સ્પર્ધા
ભાવનગર ¿ કે.એસ.એમ.સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ઘોઘાસર્કલ અને સ્ટાર કલબ દ્વારા સ્વ.કિરીટ ઓઝા મેમોરિયલ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યુ છે, જેનો સમાપન સમારોહ આજે સાંજે 5.30 કલાકે યોજાશે. ભાવનગરની તમામ શાળાના ખેલાડીઓ માટે અંડર-5 થી 17 વય જૂથમાં બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, સ્કેટિંગ સ્પર્ધાઓનું આયોજન ઘોઘાસર્કલના કે.એસ.એમ. સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે કરવામાં આવ્યુ હતુ. પૂર્વ ઇન્ટરનેશનલ બાસ્કેટબોલ પ્લેયર સ્વ.કિરીટ ઓઝા પરિવાર દ્વારા હાથ ધરવામાં આવેલા આયોજનને ભાવનગરના સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ, સાઇનાથ, પેરીઅન ડોટ કોમ, લીલા ગ્રુપ, શ્રીજી કેક દ્વારા સહયોગ સાંપડ્યો હતો. તા.4 ઓક્ટોબરથી શરૂ થયેલી જૂનિયર ખેલાડીઓ માટેની બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ અને સ્કેટિંગની સ્પર્ધાઓમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. અને આ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો સમાપન સમારોહ રવિવારે સાંજે 5.30 કલાકે યોજવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...