પાલીતાણા ગામે બનેલા બનાવોમાં બે ના અપમૃત્યુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિતાણા બ્યુરો ¿ તળેટી રોડ પર રહેતા અને બાદલપુર ગામે સાસરૂ ધરાવતા શોભાબેન મહેશભાઇ ખરેલીયા (ઉ.વ.25 )એ આજે માવતરે ફાંસો ખાઇ લેતા તેનું મોત નિપજયું હતુ.ભોગ બનનાર મહિલા પ્રેગ્નેટ હોવાની શંકાના આધારે પેનલ પી.એમ.માટે ભાવનગર ખસેડી તેણીનું પેનલ પી.એમ. કરવામાં આવ્યું હતુ. આત્મહત્યાનું કારણ તેણીને ઘણા સમયથી પેટનો દુ:ખાવો હોય જેનાથી કંટાળી પગલુ ભર્યાનુ તેણીના પરિવારજનોએ પોલીસમાં જણાવ્યું હતું.જયારે પાલીતાણા ખાતે કન્યા વિદ્યાલયમાં અમરનાથની ગુફા બનાવી છે. જેને જોવા માટે ઘોબા મંડળ વિસ્તારમાં રહેતા અમિત વિનુભાઇ ચુડાસમા (ઉ.વ.22) જોવા જતા તે�ઓને ત્યાં ઇલેકટ્રીક શોક લાગતા તે�ઓનું કરૂણ મોત નીપજયું હતુ.

અન્ય સમાચારો પણ છે...