યુવતીને નસાડી જનાર જૂના સરોડનો રત્ન કલાકાર ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલીતાણાતાલુકાના જુના સરોડ ગામનો રત્ન કલાકાર યુવક ગત મહિનામા ખાખરીયાની યુવતિને નસાડી ગયાની પાલીતાણા રૂરલ પોલીસ મથકમા ભોગ બનનારના પિતાએ ફરિયાદ નોંધાવી હતી.જે અંગેનો કેસ હાઇકોર્ટમા ચાલીજતા અને કોર્ટના ફરમાન બાદ પોલીસે બન્નેને અટક કરી યુવતીની મેડીકલ ચેકઅપ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની વિગતો મુજબ પાલીતાણા તાલુકાના સરોડ ગામે રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા રત્ન કલાકાર યુવક વિજય દેવશીભાઇ ગોહીલ (ઉ.વ.20 )ખાખરીયા ગામે રહેતી યુવતિને લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે નસાડી ગયો હતો.જે અંગે યુવતીના પિતાએ પાલીતાણા રૂરલ પોલીસ મથકમા ફરિયાદ નો઼ધાવી હતી.પોલીસે પોસ્કો અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

દરમ્યાન કેસ હાઇકોર્ટમા જતા અને હાઇકોર્ટનો હુકમ થતા પાલીતાણા સીપીઆઇ બન્નેની અટકાયત કરી હતી.અને પાલીતાણા લવાયા હતા.જયા માનસીંહજી હોસ્પીટલમા યુવતીનુ મેડીકલ ચેકઅપ કરવામા આવ્યું હતુ.અને યુવકને પોલીસે લોકઅપ હવાલે કર્યો હતો.

પાલિતાણા પંથકમાં બનેલી ઘટના

હાઇકોર્ટનાં ફરમાન બાદ પાલિતાણા CPIએ બન્નેને ઝડપી યુવતીનું મેડિકલ ચેકઅપ કરાયું

અન્ય સમાચારો પણ છે...