યાર્ડના ગેઇટ પાસના મુખ્ય આધારથી ખેડૂતો સહાય વંચિત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડુંગળીનાભાવો વર્ષે પોષણક્ષમ નહીં મળવાથી ખેડૂતોની હાલત કફોડી થઇ ગઇ છે. પરંતુ અવારનવારની રજૂઆત બાદ સરકાર દ્વારા ડુંગળીની સહાય આપવાનો િનર્ણય તો કર્યો પરંતુ ડુંગળી સહાયના િનયમોમાં ગેઇટ પાસને મુખ્ય આધાર ગણાતા અનેક ખેડૂતો સહાયથી વંચિત રહી જતાં પાસને મુખ્ય આધાર નહીં ગણવા ભાજપ કિસાન મોરચા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોના હાલ બેહાલ થઇ ગયા છે ત્યારે ખેડૂતોની રજૂઆતોને ધ્યાને લઇ ખેડૂતોને જે સહાય આપવાનો નિર્ણય કરેલ તે સરાહનીય છે તેમાં પણ ભાવનગર, ઘોઘા, તળાજા, પાલિતાણા, સિહોર પંથકના ખેડૂતોને સમય મર્યાદામાં થતો અન્યાયનો પણ હાલ કરાયો છે.

ભાવનગર અને તળાજા માર્કેટયાર્ડમાં ખેડૂતો જે ડુંગળી લઇને આવતા હોય તેમાં જગ્યાના અભાવે રાત્રિના એક સાથે એન્ટ્રી પાસ (ગેઇટ પાસ) કઢાવતા નથી. ડુંગળી સહાયમાં ગેઇટ પાસને મુખ્ય આધાર કરવામાં આવે છે તો મોટભાગમાં ખેડૂતો લાભથી વંચિત રહેવાની સંભાવના છે. જેથી હરરાજીમાં વેચાણ થયેલ રજિસ્ટર અને ખેડૂતોને અપાયેલ બીલનો આધાર માન્ય રાખવા શહેર ભાજપ કિસાન મોરચા મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

ખેડૂતોની હાલત કફોડી

અન્ય સમાચારો પણ છે...