જેસરથી પાલિતાણા સીંગલપટ્ટી માર્ગને ડબલ પટ્ટી કરવા માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેસર : જેસરથી પાલિતાણા-ભાવનગર જતો રોડ વર્ષોથી સીંગલ પટ્ટી રોડ છે જે રોડ ઉપર ચાર વર્ષ પહેલા ડામરથી બનાવેલ પરંતુ હાલમાં રોડ ખૂબજ જોખમી બન્યો છે બન્ને સાઈડો ઉપર ગાંડા બાવળનાં ઝુંડ જામેલા છે જેને હીસાબે સામસામે વાહનોને સાઈડ કાપવામાં મુશ્કેલી પડે છે તેમજ રોડ ઉપર મોટા ભયજનક વળાંકો આવેલા છે જેથી વાહન પલટી મારી જવાના બનાવ બને છે.

ડેમથી કદમગીરી, ખોડીયાર મંદિર અયાવેજ ધર્મસ્થાનો આવેલા હોય બીજા રાજ્યમાંથી યાત્રાળુઓના વાહનો વધારે આવતાં હોય તેમજ રાજુલા, પીપાવાવની માલગાડીઓ પણ રોડ 24 કલાક ધમધતો રહે છે. પરંતુ રોડ સીંગલ પટ્ટી હોવાથી ગમે ત્યારે અકસ્માત થવાની ભીતિ રહે છે 108 જેથી ઈમરજન્સી અથવા એમ્બ્યુલન્સને પણ સાવધાની રાખી ધીમીગતિએ ચાલવું પડે છે. વહેલીતકે રોડ ડબલપટ્ટી બને તેવી વાહનચાલકોની માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...