• Gujarati News
  • જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂત પ્રશ્ને અવાજ ઉઠાવાશે

જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂત પ્રશ્ને અવાજ ઉઠાવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : જિલ્લાકોંગ્રેસ સમિતિનુ ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા તેમજ લોકોના પાયાના પ્રશ્નો જેવા કે રેશન કાર્ડ જેવા પ્રશ્નોનો ઉકેલ લાવવાના અનુસંધાને એક સ્નેહ મિલન કાર્યક્રમ સિહોર મુકામે ટાઉન હોલમાં તા.21-11-14ને શુક્રવારે સવારના 10 કલાકે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને અને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહજી વાઘેલા, શક્તિસિંહ ગોહિલ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મેહુરભાઇ લવતુકા, ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાણીંગા, પાલિતાણાના ધારાસભ્ય પ્રવિણભાઇ રાઠોડની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ રાખેલ છે. તમામ લોકોને સંમેલનમાં હાજર રહેવા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી દ્વારા અનુરોધ કરાયો છે.