તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક જ દિવસમાં ગોહિલવાડમાં મેઘરાજાનું જોર નબળું પડી ગયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રિપોર્ટર | ભાવનગર |18 �ઓગસ્ટ

ભાવનગર શહેર અને જિલ્લામાં ગઇ કાલે મઘાના મીઠા નક્ષત્રના આરંભ સાથે જ લાંબા વિરામ બાદ મેઘસવારી આવી પહોંચી હતી અને સમયસરના સાર્વત્રિક વરસાદથી ખેતરોમાં ઉભા પાકને પણ નવજીવન મળતા ખેડૂતો પણ ખુશખુશાલ થઇ ગયા હતા. પણ આજે એક જ દિવસમાં વરસાદનું જોર જાણે નબળું પડી ગયું હોય તેમ આજે જિલ્લામાં ભાવનગર, તળાજા, ઘોઘા, મહુવા, પાલિતાણા, વલભીપુર અને ઉમરાળામાં માત્ર શ્રાવણી સરવડા વરસ્યા હતા.

ભાવનગર શહેરમાં આજે સવારે વરસાદે વિરામ લીધો હતો પણ બપોર બાદ સાડા ત્રણ કલાકે એકાદ બે જોરદાર સરવડા વરસી ગયા હતા. પછી સાંજના સમયે છૂટછવાયા ઝાપટા વરસ્યા હતા. આજે શહેરમાં આખા દિવસમાં અડધો ઇંચ વરસાદ માંડ થયો હતો. જ્યારે મહુવા અને તળાજામાં પણ આજે હળવા ઝાપટા વરસી ગયા હતા. સાંજ સુધીમાં તળાજામાં 7 મી.મી., ઘોઘામાં 7 મી.મી. અને મહુવામાં 7 મી.મી. વરસાદ વરસી ગયો હતો. જ્યારે પાલિતાણામાં 6 મી.મી., ઉમરાળામાં 4 મી.મી. અને વલભીપુરમાં 3 મી.મી. વરસાદ વરસી ગયો હતો.

આમ, બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી પણ ભાવનગર જિલ્લામાં આજે મેઘાનું જોર નબળું પડી જતા જિલ્લામાં શ્રાવટી સરવડા રૂપે છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો.

મહુવામાં સિઝનનો 28 ઇંચ વરસાદ
મહુવા બ્યુરો | મહવામાં આજે દિવસ દરમિયાન 7 મી.મી. વરસાદ થતા આ ચોમાસામાં મહુવા શહેરમાં કુલ વરસાદ 700 મી.મી. એટલે કે 28 ઇંચના આંકને આંબી ગયો છે જે સમગ્ર જિલ્લામાં સર્વાધિક છે.

અન્ય સમાચારો પણ છે...