તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણેશ મહોત્સવ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગણેશ મહોત્સવ

}બહુચર કૃપા આનંદ ગરબા મંડળના ગરબા

આજેરાત્રે 9-30 કલાકે મઢુલી ગૃપ આયોજીત ગણેશ ઉત્સવ નિમિતે ભાદેવાની શેરીખાતે આનંદના ગરબાની ધુન રાખેલ છે.

}સદભાવનાસીનીયર સીટીઝન મંડળ

બાલાહનુમાન મંદિર રૂવાનો રામાયણ પાઠ આજે સવારે 9 કલાકે સુવિધા ટાઉનશીપ સામે ગણેશ મહોત્સવ મંડપમાં સુભાષનગર રાખેલ છે.

}સાંઇસેવા સમાજ ટ્રસ્ટ મેઘાણી સર્કલ

સાંઇબાબાનામંદિરે ગણેશ મહોત્સવ ચાલી રહયો છે. આજે એકાદશીના દિવસ અગીયાર પાટલા સત્યનારાયણ ભગવાનની કથાનુ આયોજન રાત્રે 8 થી 10 કરેલ છે. જે ભકતોએ કથામાં બેસવુ હોય તેણે નામ ટ્રસ્ટના કાર્યાલયમાં લખાવી દેવા ફોન 2204444.

}રામજીમંદિર જીલ્લા પંચાયત સામે ગણેશ પુજા

રામજીમંદિરમાં 11 દિવસના ગણેશોત્સવનુ આયોજન કરેલ છે. ભાઇ,બહેનો ગણપતી પુજન જાતેજ કરી શકે છે. પુજાપો મંદિરમાંથી અપાશે. દિપમાલા માટે નોંધાવી શકાશે.

ધાર્મિકનોંધ

}રસીક સંકિર્તન મંડળના ભજન કિર્તન

મંડળનાભજન કિર્તનનો કાર્યક્રમ આજે રાત્રે 10 થી 12-30 ગણેશ ઉત્સવ નિમિત વીકીભાઇ પંડયાના નિવાસે આરાધના ટેનામેન્ટ પ્લોટ નં.2070 ભાંગલી ગેટ તળાજા રોડ ખાતે રાખેલ છે.

}વાળુકડજીજી ખાતે ધ્વજારોહણ

ઘોઘાતાલુકાના વાલુકડ (જીજી) ગામે બહુચ મંડળ આયોજીત નવરાત્રી મહોત્સવ પ્રસંગે ઉજવણી કરવા આજે ગામના ચોરા ખાતે સાંજે 4 કલાકે માતાજીના મંડળની થાંભલી અને ધ્વજારોહણનુ આયોજન મંડળના સભ્યો,ગામજનોની હાજરીમાં કરાશે.

}માતંગીમંદિર સરદારનગર

તા.14બુધવારે ર્માંની સુદ તેરસ (ક્ષયતીથી) હોવાથી સર્વે માતંગી ભકતોએ દર્શન કરવા પધારવુ સાંજે 7 કલાકે મહાઆરતી દર્શન, રાત્રે 8-30 કલાકે માળા, સ્તુતિ, ધુન, પ્રાર્થના કરાશે.

}દશાશ્રીમાળીસ્થાનકવાસી જૈન સંઘ

ભકિતબાગઉપાશ્રયે સવારે 7 થી 7-45 જ્ઞાન શિબિર, વ્યાખ્યાન 9-15 થી 10-30 ત્રિરંગી સામાયિક સાંજે પ્રતિક્રમણ આજે સ્વામી વાત્સલ્ય શિવશકિત હોલમાં ભાઇ,બહેનો માટે સવારે 11 થી 2 રાખેલ છે.

}રામદેવપીરબાપાનુ આખ્યાન

અગુભગતનુ રામદેવપીર બાપાનુ આખ્યાન આજે રાત્રે 8 કલાકે નવુ શિવનગર કાચના મંદિર પાછળ તળાજા રોડ ગોહિલ કુલદિપસિંહ ખરકડીવાળાને ત્યા

રાખેલ છે.

વિવિધકાર્યક્રમ

}ઝાલાવાડ સતર તાલુકા ઔદિચ્ય સ.બ્રહ્મ મંડળ

તા.18રવિવારે સાંજે 3-30 કલાકે જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન છે. સાથે જ્ઞાતિના આગામી કાર્યક્રમોની જાહેરાત કરાશે અલ્પાહાર રાખેલ છે.

}ઘોઘારીદશાદિશાવળ વણિક જ્ઞાતિ

મહિલામંડળ દ્વારા ગરબાના સ્ટેપ તદ્દન વિનામૂલ્યે શીખડાવવામાં આવશે. જે ભાઇ,બહેનને રસ

હોય તેણે તા.15 ગુરૂવારે રાત્રે 8-30 કલાકે વાડીમાં

હાજર રહેવુ.

}ટોકનદરે એક્યુપ્રેશર સેવાનો લાભ

મંગલચેરિ.ટ્રસ્ટ દ્વારા સોમ થી શનિમાં સાંજે 4 થી 6 આયુર્વેદિક ડોકટરની સેવા, રૂ.5ના ટોકન દરે એક્યુપ્રેશર સેવા, આંખના મોતિયાના ઓપરેશન, તાપીબાઈ હોસ્પિટલના સહયોગથી હરસ, મસાના ઓપરેશનો મંગલ આરોગ્ય મંદિર,મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ એલઆઈજી-24, સોમનાથ મંદિર પાસે કરાવી આપવામાં આવશે.

}વિપશ્યનાસામુહિક સાધના

જુનાસાધકો માટે સવારે 7 થી 8, નવા સાધકો માટે સવારે 8 થી 8-30 તા.14 બુધવારે સૂચક મેડીકલ કાળુભા રોડ ખાતે રાખેલ છે.

}ભાવનગરથિયોસોફિકલ લોજમાં વકતવ્ય

આજેસાંજે 6 થી 7 કલાક સભાખંડમાં વિભિષણની શરણાગતિ પર માનસકીંકર પ્રવિણભાઇ જોશી વકતવ્ય આપશે.

}સિધ્ધપુરસંપ્રદાય જ્ઞાતિ ઇનામ વિતરણ

જ્ઞાતિનાવિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ અને વડીલોની વયવંદના સમારોહ તા.18 રવિવારે સવારે 9 કલાકે સિંધુનગર છાત્રાલય ખાતે રાખેલ છે.

}અગીયાળીઇશ્વરીયા જોષી પરીવાર

પરિવારનાધો.4થી કોલેજ સુધી જે વિઘાર્થીને 65

ટકા ઉપર માર્ક હોય તેનો સન્માન સમારોહ

તા.9-10 રવિવારે ચોરવડલા મુકામે છે. વિદ્યાર્થીએ માર્કશીટની નકલ કિશોરભાઇ જોશી ચિત્રકુટ, હરીભાઇ જોશી ઇશ્વરીયા પહોંચાડવી દિવસે માતાજીનો આઠમનો હવન પણ છે.

મીિટંગ-બેઠક

}દેનાબેંક નિવૃતો

તા.20મંગળવારના અમદાવાદ મુકામે જનરલ

મેનેજર સાથે મીિટંગ હોય જે નિવૃતોને પ્રશ્નો, સમસ્યા રજુ કરવી હોય તેઓ જનરલ સેક્રેટરી ડી.આર.મહેતાને

જાણ કરવી.

િજલ્લાનોંધ

}ઇન્ડિયન રેડક્રોસ સોસા.દ્વારા વિવિધ સેવાઓ

ઇન્ડિયનરેડક્રોસ સોસાયટી દિવાનપરા ખાતે કાન, નાક, ગળાના , હાડકાના, બાળકોના રોગના ડોકટરની રાહતદરે માનદસેવા મળશે. ફોન 2424761,2430700 પર સંપર્ક કરવો.

}અખિલગુજરાત રાજપુત યુવા સંઘ

ગિરાશદારરાજપુત સમાજના વેવિશાળ યોગ્ય દિકરા, દિકરીનુ યુવા રાજપુત પરિચય મિલન તા.25 રવિવારે 2 કલાકે સતીમાતા મંદિર જુના વાડજ આશ્રમ રોડ અમદાવાદ ખાતે છે. વધુ માહીતી માટે ઉત્તમસિંહ ગોહિલ 9925248272, રાજદિપસિંહ વાઘેલા 9825416161, પરમાર જગદીશસિંહ 9429503268 સંપર્ક કરવો

}ગાંધીમહિલા કોલેજ

ઓકટો16માં લેવાનાર પરીક્ષાના ફોર્મ બીકોમ 1 સેમે 1ના પરીક્ષા ફોર્મ તા.15ના, બીએ 1 સેમે 1ના પરીક્ષા ફોર્મ તા.16ના 11-30 કલાકે સભાખંડમાં ભરાશે. તેમજ બીએ 1,બીકોમ 1ની વિદ્યાર્થીને ધો.12માં 80 પર્સન્ટાઇલ મેળવેલ હોય તેને નેશનલ સ્કોલરશીપ મળવાપાત્ર છે. ફોર્મ તા.30 સુધી ઓનલાઇન ભરવાના રહેશે.

}જિલ્લાશિક્ષણાધિકારી કચેરી ભાવનગર

જિલ્લાનીતમામ સરકારી, ગ્રાન્ટેડ શાળાના અાચાર્યો ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા શિક્ષણ ખાતામાં સ્વછતા ઝુંબેશ તથા સભાનતા અંગેની વિવિધ પ્રવૃતિઓનુ આયોજન કરવાનુ રહેશે. કાર્યક્રમ યોજી અહેવાલ તા.15ના 3 કલાકે યોજના શાળામાં પહોંચાડવો.

}શામળદાસઆર્ટસ કોલેજ

વર્ષ16-17માંબીએ સેમે 1માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ થેલેસેમિયા ટેસ્ટ કરાવવો ફરજીયાત હોય તા.15,16ના સવારે 9 થી 1માં સંસ્થાના વિવેકાનંદ હોલમાં ટેસ્ટ કરાવી લેવો.

}હિંમતભાઇમસરાણીનું ચક્ષુદાન કરાયુ

તા.10/9ના રોજ સ્વ.હિંમતભાઇ નરોતમદાસ મસરાણી (ઉ.વ.70) નું અવસાન થતા તેમના કુટુંબીજનોએ ચક્ષુદાનનું પુણ્ય કાર્ય કરેલ છે.

}પરશોત્તમભાઇસોલંકીનું ચક્ષુદાન કરાયુ

તા.11/9ના રોજ સ્વ.પરશોત્તમભાઇ રવજીભાઇ સોલંકી (ઉ.વ.65)નું અવસાન થતા તેમના કુટુંબીજનોએ ચક્ષુદાનનું પુણ્ય કાર્ય કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો