• Gujarati News
  • શહેર જીલ્લામાં બાળક સહિત ત્રણના અપમૃત્યુ

શહેર-જીલ્લામાં બાળક સહિત ત્રણના અપમૃત્યુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના હાદાનગરમાં આવેલ શિવશકિત સોસાયટીના રહિશ મનીષ નરશીભાઇ પાટલીયા (ઉ.વ.૨૫)ને કોઇ અકળ કારણસર ઝેરી દવા પી જતા સર.ટી.હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં તેનું મોત નિપજયું હતું.
ઘોઘાના વાવડી ગામના રહિશ સોહિલ ઉસ્માનભાઇ ઉચકીયા (ઉ.વ.૭)ને સર્પે દંશ દેતા સારવાર દરમિયાન સર.ટી.હોસ્પિટલમાં મોત નિપજયું હતું.
જયારે ત્રીજા બનાવમાં પાલિતાણા ગારીયાધાર રોડ પર રહેતા રાજુભાઇ એમ. મોરડીયા ગત તા. ૨૫ના પોતાની બાઇક પર જઇ રાા હતા ત્યારે મોખડકા ગામ પાસે બાઇક સ્લીપ થતા ગંભીર ઇજા થઇ હતી. જેનુ સારવાર દરમ્યાન આજે ભાવનગર ખાનગી હોસ્પિટલમાં મોત નિપજયુ હતુ.
ભાવનગર . ૨૭ મે.
ગોહિલવાડમાં અપમૃત્યુનો સિલસિલો જારી રાો છે. શહેર-જિલ્લામાં બાળક સહિત ત્રણના અકાળે મોત નિપજતા ગમગીની વ્યાપી જવા પામી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.