તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલીતાણાથી ગારિયાધાર જવાનો 30 કિ.મી. રસ્તો તદ્દન બિસ્માર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર ¿ ભાવનગર | 20 ઓગસ્ટ

ભાવનગર એસટીમાં એક તરફ છેલ્લા એકાદ વરસથી ખખડધજ બસોનો નિકાલ થયો છે અને નવી બસો રોડ પર ચાલી રહી છે ત્યારે જીલ્લામાં બસ સેવા સારી રીતે પૂરી પાડવા માટે ખખડધજ રસ્તા�ઓ ગ્રહણરૂપ બની રહ્યા હોવાની વાત સપાટી પર આવી રહી છે. પાલિતાણાથી ગારિયાધાર સુધીનો 30 કિલોમીટરનો માર્ગ ખખડધજ બની ગયો હોવાને કારણે બસો અને મુસાફરો પરેશાન થઇ રહ્યા હોવાની બૂમ ઊઠવા પામી છે.

એક એસટી કર્મચારીએ કહ્યું કે ગારિધારથી પાલિતાણા જતો 30 કિલોમીટરનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે. પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે રોજની લગભગ બેથી ત્રણ બસની કમાન તૂટી જાય છે અને વારંવાર બસો અટકી પડવાના કે મોડી પડવાના બનાવો બની રહ્યા છે. આ રોડ પરથી રોજની સરેરાશ 15 એક્સ્પ્રેસ અને 30 જેટલી લોકલ બસો પસાર થાય છે. આ બસના મુસાફરો અને ડ્રાઇવર - કંડકટરો સતત હેરાન-પરેશાન થતા રહે છે. જો માત્ર બસ સેવાની જ આ સ્થિતિ હોય તો અનય વાહનોની સ્થિતિ શું હશે તે કલ્પી શકાય તેવું છે. ચોમાસામાં આ હાલત વધુ ખરાબ બની છે.

અન્ય સમાચારો પણ છે...