પાલિતાણામાં પ્રજાપતિ સમાજના 53 દંપતિ લગ્નગ્રંથીથી જોડાશે

ભાવનગર ¿ પાલિતાણા ખાતે લુવારવાવ રોડ પર વાટલિયા પ્રજાપતિ સમાજ દ્વારા આગામી તા. 13 ઓગસ્ટ, સોમવારે સવારના સમયે સમૂહ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:30 AM
પાલિતાણામાં પ્રજાપતિ સમાજના 53 દંપતિ લગ્નગ્રંથીથી જોડાશે
ભાવનગર ¿ પાલિતાણા ખાતે લુવારવાવ રોડ પર વાટલિયા પ્રજાપતિ સમાજ દ્વારા આગામી તા. 13 ઓગસ્ટ, સોમવારે સવારના સમયે સમૂહ લગ્ન સમારોહ ધામધૂમપૂર્વક યોજાશે, જેમાં 53 નવ દંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે. આ પ્રસંગે સત્તાધાર જગ્યાના મહંત જીવરાજબાપુ આશિર્વચન પાઠવશે. ઉપરાંત ચોટીલા આપાગીગાની જગ્યાના મહંત નરેન્દ્રબાપુ પણ ઉપસ્થિત રહીને આશિર્વાદ આપશે.

વાટલિયા પ્રજાપતિ સમાજ દ્વારા યોજાનાર સમૂહ લગ્ન સમારોહની તડામાર તૈયારીઓ હાથ ધરાઇ છે. કાર્યક્રમમાં માટીકલાકારી બોર્ડના ચેરમેન દલસુખભાઇ પ્રજાપતિ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમીતભાઇ સાંસદ ભારતીબેન, વીપક્ષ નેતા પરેશભાઇ તેમજ નંદલાલભાઇ પાંડવ, પૂર્વ મેયર નિરંજનભાઇ ઝાંઝમેરા, ગોરધનભાઇ સરવૈયા સહિતના સુરત તેમજ સ્થાનિક જ્ઞાતિ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.રાજકીય, સામાજીક હોદ્દેદારો, પદાધિકારીઓ, તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા કમિટીના અધ્યક્ષ શંભુભાઇ વાઢૈયા, ઉપાધ્યક્ષ ગીરધરભાઇ ધંધૂકિયા, પ્રમુખ ભગવાનભાઇ ઘોઘારી, ઉપપ્રમુખ ચૂનીભાઇ કાતરિયા, કિશોરભાઇ, ધર્મેશભાઇ બાવચંદભાઇ, કરમશીભાઇ સહિતનાએ અનુરોધ કર્યો છે.

X
પાલિતાણામાં પ્રજાપતિ સમાજના 53 દંપતિ લગ્નગ્રંથીથી જોડાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App