તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગર રેલવેની ટ્રેન ફેસિલીટીની દ્રષ્ટીએ પછાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર રેલવેની ટ્રેન ફેસિલીટીની દ્રષ્ટીએ પછાત
ભાવનગર | ફર્સ્ટ એસી કોચ ભાવનગર રેલવેની એક પણ ટ્રેનમાં નથી. પાલીતાણા-બાન્દ્રા, આસનસોલ, કોચ્ચુવેલી કે મુંબઇ સાથે જોડાયેલી તમામ ટ્રેનો અને તમામ લાંબા અંતરની બીજી એક પણ ગાડીમાં ફર્સ્ટ એસી કોચ નથી ત્યારે આ સુવિધા આપવા લોકોમાં માંગ ઉઠવા પામી છે.

ફર્સ્ટ એસીમાં એક કમ્પાર્ટમેન્ટમાં માત્ર 4 બર્થ અને કમ્પાર્ટમેન્ટ બંધ કરવા માટે શટર જેવું ડોર હોય છે જે અંદરથી બંધ કરી શકાય અને કમ્પાર્ટમેન્ટમાં અંદરના ભાગે વોશબેસીન હોય છે. આ બર્થ પહોળી અને સામાન્ય એસીકોચ કરતાં મોટી હોય છે. અંદર અને બહાર કાર્પેટ

...અનુસંધાન પાના નં.09

પણ પાથરેલી હોય છે. જો કે એનું ભાડું સામાન્ય રીતે વિમાનના ભાડાંની સમકક્ષ હોય છે. પરંતુ જે લોકોને પૈસા ખર્ચીને પણ ટ્રેનમાં સારી મુસાફરી કરવી હોય તેવા ભાવનગર ડીવીઝનના મુસાફરોને આ સુવિધા મળવી જોઇએ તેવી માંગ લોકોમાં ઊઠવા પામી છે.એસી ચેર કાર જેવી સુવિધા શતાબ્દી, કર્ણાવતી, ડબલ ડેકર એસી, ગુજરાત એક્સ્પ્રેસ જેવી ટ્રેનોમાં હોય છે. જામનગર જેવી ડબલ ડેકર એસી જેવી ટ્રેનની લોકોની માંગ છે જ. આ માંગ સંતોષાય તે પૂર્વે કમ સે કમ ફર્સ્ટ એસી કારની સુવિધા તો મળવી જ જોઇએ તેમ ભાવનગરના લોકો ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...