તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Palitana
  • 100 ગામોના માર્ગો પરના પરબો પર ગરણી, ઢાંકણા, ગ્લાસ સહિતનુ સેવાકાર્ય

100 ગામોના માર્ગો પરના પરબો પર ગરણી, ઢાંકણા, ગ્લાસ સહિતનુ સેવાકાર્ય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ રસ્તે નીકળતા વટેમાર્ગુઓની તરસ છીપાઇ તેવા હેતુસર જાહેર માર્ગો પર મુકાયેલા પરબો પર રૂબરૂ જઇને ગ્લાસ, ઢાંકણુ, ગરણી અને નળની ગરણી સહિતની વસ્તુઓ મુકીને 100 ગામોમાં સેવાકાર્ય હાથ ધરાયુ હતુ. પ.પૂ.આચાર્ય ભગવંત રત્નસુંદરસૂરિશ્વરજી મહારાજ સાહેબ તથા દેપલા જૈન સંઘની પ્રેરણાથી જીવદયાનુ કામ થઇ રહ્યુ છે.ત્યારે જસદણ ચોટીલા, વિછીંયા ડીસ્ટ્રીકટ તથા ભાવનગર જિલ્લાના 100 ગામોના રોડ પર આવેલ પર વટેમાર્ગુઓ માટે આવેલ પરબ પર કોઢીનુ પાણી લોકોને શુધ્ધ જળ મળે તે માટે કોઢીની અંદરનુ ગરણુ ઉપરનુ ઢાંકણુ એમની ઉપર ગ્લાસ નીએ નળની ગરણીઓ સ્વ.તારાબહેન છોટાલાલ સહ પરિવાર સુરતના સૌજન્યથી દરેક ગામોના પરબો તથા મઢીએ દરેક જગ્યાએ હીરાભાઇ શાહ દેપલાવાળા તથા ધીરૂભાઇ સરપંચ રામાણી દુધાળાવાળા પોતાની ગાડી લઇને રૂબરૂ દરેક જગ્યાએ પહોંચાડીને કોઠીમાં પાન, મકોડા અને જીવાતો ન પડે અને લોકોને શુધ્ધ અને સારૂ પાણી પીવે અને આરોગ્યની જાળવણી માટે 100 ગામોના પરબ પર રખાયેલી કોઠીની અંદર ગરણુ ઢાંકણુ એમની ઉપરનો ગ્લાસ અને નળની ગરણીઓ બાંધી લોકોની તરસ સાથે સ્વાસ્થનો ખ્યાલ રાખી સેવાકાર્ય કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...