સિહોરમાં કાકીનાડા ટ્રેન ઊભી રાખવા માંગણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સ્પોર્ટેશન રિપોર્ટર|ભાવનગર| 11 જુલાઇ

સિહોર છોટે કાશી તરીકે ઓળખાય છે. નવનાથ અને પંચપીરના આ આ ધામમાં બેઠેલી સિહોરી માતા જગવિખ્યાત છે અને તાંબાપીતળ, છીકણી જેવા ઉદ્યોગો અને વિશાળ જીઆઇડીસીના કારણે લોકોનું વ્યાપક આવન-જાવન છે. દક્ષિણ ભારતના કોઇ સ્થળે રેલ માર્ગે જવું હોય તો મહુવા કે પાલીતાણાવાસી�ઓને ભાવનગર આવવું પડે. એમ તો ટ્રેન સિહોરથી પસાર થાય છે અને અને સિહોર ભાવનગર કરતાં �ઓરૂં પડે. પણ એમ કરી શકાતું નથી કારણ કે ભાવનગરથી દક્ષિણ ભારતના વિવિધ સ્થાનો પર જતી ટ્રેનો સિહોર ઊભી રહેતી નથી. એવી માંગ ઊઠી છે કે આ ટ્રેનોને સિહોરનો હોલ્ટ મળે.

પાલીતાણા કે મહુવાથી ભાવનગર આવવું હોય તો પહેલું સિહોર આવે અને પછી ભાવનગર પહોંચાય. સિહોરથી ભાવનગરનું અંતર 21 કિલોમીટર થાય. રેલમાર્ગે દક્ષિણ ભારતના કોઇ સ્થળે જવા માટે મહુવા-પાલીતાણા અને એ બાજુથી આવતા લોકોને આ 21 કિલોમીટર વધારાના ખાંપવા પડે છે. કારણ કે આસનસોલ, કોચ્ચુવેલી કે કાકીનાડા એક્સપ્રેસ ટ્રેન સિહોર ઊભી રહેતી નથી. જો ઊભી રહેતી હોય તો સિહોર-ભાવનગર વચ્ચેનો રસ્તો ખાંપવાનો શ્રમ, સમય અને પૈસા બચી જાય. માટે જ લોકોમાં એવી માંગ ઊઠવા પામી છે કે આ ટ્રેનોને સિહોર ખાતે સ્ટોપેજ આપવામાં આવે. સિહોર છોટે કાશી તરીકે �ઓળખાય છે.

અન્ય સમાચારો પણ છે...