તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિતાણામાં આડેધડ દબાણોનાં ખડકલા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિતાણાતીર્થનગરી પાલિતાણામાં જાહેર રોડની ફુટપાથો પર થયેલ દબાણના લીધે તેમજ જાહેર રોડ પર આડેધડ પાર્કીંગના કારણે અડધો રોડ બ્લોક થઈ જાય છે. અને રાહદારીઓને ચાલવાની મુશ્કેલી પડી રહી છે. તો બીજી બાજુ રસ્તા પર રાહદારીઓના લીધે વાહનચાલકોને પણ અગવડતા પડી રહી છે. તંત્ર દ્વારા બાબતે જવાબદારો સામે પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવે તેવી નગરજનોમાંથી માંગણી ઉઠી રહી છે.

પાલિતાણા શહેરમાં છેલ્લાં કેટલાંકસમયથી નવા નવા ગલ્લાઓ મુકાતા જાય છે તેમજ ટ્રાફીકને અડચણરૂપ લારીઓની કતારો લાગતી જાય છે. પાલિતાણા નગરપાિલકા બધું જુએ છે અને જાણે પણ છે છતાં કોઈને ‘ખસ’ કહેવાની કોણ જાણે કેમ િહંમત નથી...? સવાલ પૂછાઈ રહ્યો છે. લારીઓવાળાની મનમાની થઈ રહી છે ગલ્લાવાળાઓને ત્યાં અથવા લારીવાળાઓને ત્યાં ખરીદી કરનાર ગ્રાહક પોતાના વાહન રસ્તા પર ટ્રાફીકને અડચણ પડે તે રીતે ઊભા કરી દેતા હોય છે. પવિત્ર તીર્થ નગરી પાલિતાણામાં આડેધડ દબાણોના ખડકલા જોવા મળે છે. ઠેર ઠેર વ્યાપક દબાણો થયેલ છે. શહેરમાં આવેલ મોટાભાગની ફુટપાથો પર દબાણો થયેલ છે. અમુક િવસ્તારમાં દુકાનદારોએ પોતાની દુકાન બહાર મોટામોટા છાપર બહાર કાઢી દબાણો કરેલ છે.

સરકારી તેમજ નગરપાિલકાની જમીનો તેમજ સાર્વજનીક પ્લોટોમાં વ્યાપક દબાણો થયા હોવાની ચર્ચા જાગી છે.

દબાણો હટાવી લેવા નોટિસો આપી છે

^પાલિતાણાશહેરમાં જાહેર રસ્તા, ફુટપાથો વગેરે જગ્યાએ દુકાનો, લારી, ગલ્લા, કેબીનો, મુકી કે અન્ય રીતે દબાણ કરેલ છે તેમજ નગરપાિલકાએ કોઈ મંજુરી આપેલી નથી. તેવા દબાણકર્તાઓએ સ્વેચ્છાએ િદન-7માં હટાવી લેવા નોટીસો પાઠવેલ છે. ત્યારબાદ રહેલાં દબાણો નગરપાિલકા દ્વારા તંત્રની સંયુક્ત ટીમ બનાવી દબાણ હટાવ ઝુંબેશ કરીને હટાવવામાં આવશે જેનો ખર્ચ દબાણકર્તાઓ પાસેથી વસુલવામાં આવશે. >કે.કે.પંડયા, મામલતદારઅને ઈન્ચાર્જ ચીફ ઓફીસ, પાલિતાણા નગરપાિલકા

સમસ્યા | દબાણો સતત વધી રહ્યાં છતાં પગલા ભરવામાં તંત્ર શિથિલ : પગલા ભરવા જરૂરી

ફુટપાથો પર ખાણી-પીણીની

લારીઓનો જમેલો

ભૈરવનાથચોકથી મેઈન બજારમાં, બસસ્ટેશન રોડ, તળેટી રોડ, સહિતના જુદાજુદા વિસ્તારોમાં ફુટપાથો પર જુદા જુદા ધંધો કરનારાઓ દ્વારા કામ અર્થે ઉપયોગમાં લેવાતા આખી ફુટપાથ બ્લોક થઈ જાય છે. નગરપાિલકા કચેરી પાસેની ફુટપાથો પર સાંજના સમયે ખાણીપીણીની લારીઓ ગોઠવાઈ જતી હોવાના કારણે આખી ફુટપાથ બ્લોક થઈ જાય છે રાહદારીઓને ચાલવા માટેની ફુટપાથો વેપારીનું કેન્દ્ર બનેલ છે. પરિણામે લોકો પોતાના વાહનો રોડ પર પાર્ક કરે છે. આથી ટ્રાફીકનો પ્રશ્ન વિકરાળ બન્યો છે. તંત્ર અંગે યોગ્ય પગલા ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

ફુટપાથો પર ખાણીપીણીની લારીઓ, આડેધડ પાર્કીંગ, રોડ વચ્ચે લારીઓથી ટ્રાફીક સમસ્યામાં વધારો

અન્ય સમાચારો પણ છે...