તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિલ્મ મહોત્સવ : શહેરના બાળકોને ગોળ અને ગ્રામ્યના બાળકોને ખોળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજયસરકાર દ્વારા તા.10 થી 15 સુધી આયોજીત બાળ ફિલ્મોત્સવમાં ભાવનગર જિલ્લામાં શહેરના બાળકોને ગોળ અને ગ્રામ્યના બાળકોને ખોળ જેવી નીતિ હોય માત્ર ભાવનગર મહુવા અને પાલિતાણાની શાળાઓને લાભ મળી શહે તેવુ આયોજન કરાયુ છે. જેના કારણે ગ્રામ્યની અનેક શાળાઓએ તેનો લાભ લેવા માટે કલેકટર કચેરીમાં મહેનત કરી હોવા છતા લાભ લેવાથી વંચિત રહી ગયા છે.

સમગ્ર રાજયની સરકારી પ્રાથમિક શાળાના ધો.6 થી 8 ઉચ્ચતર વિભાગના વિદ્યાર્થીઓ સિનેમા થિયેટરમાં જઇને ઉત્કૃષ્ઠ ફિલ્મોની મજા માણી શકે તેના માટે વિડિયો કોન્ફરન્સ દ્વારા દરેક જિલ્લાના વહિવટી તંત્રને તૈયાર કરવામાં આવ્યુ હતુ જેમા ભાવનગર શહેરના ટોપ થ્રી, મેકસસ અને વૈશાલી સિનેમામાં અને મહુવા તેમજ પાલીતાણાના અનુક્રમે મેઘદુત અને સૌરાષ્ટ્ર સિનેમામાં ખાસ શો ગોઠવવામાં આવ્યા છે. લગભગ 12000 જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફિલ્મો દર્શાવવાનો તંત્રનો દાવો છે. જો કે ગ્રામ્યની શાળાઓને જોડવામાં આવે તો ફિલ્મોત્સવ અઠવાડિયાની બદલે પખવાડિયાથી પણ લાંબો કરવો પડે તે વાત પણ સાચી છે.

સાચી જરૂરીયાત અંતરિયાળ ગામના બાળકોને

થિયેટરમાંબાળ ફિલ્મો જોવા મળે તેની સાચી જરૂરીયાત અંતરિયાળ ગામના બળાકોને હોય છે. બાળ ફિલ્મોત્સવમાં આઇ એમ કલામ, સ્ટેનલી કા ડબ્બા, ફેરારી કી સવારી, હવા હવાઇ, મિશન મમ્મી જેવા ઉતકૃષ્ઠ ફિલ્મો પસંદ કરવામાં આવ્યા છે. જો ગ્રામ્યના બાળકો માટે પ્રથમ વ્યવસ્થા કરાઇ હોત તો તેનો હેતુ સરે તેમ હતો.

ગ્રામ્ય માટે ભવિષ્યમાં આયોજન થઇ શકે..

^હાલનાતબક્કામાં શાસનાધિકારી અને જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી દ્વારા જે આયોજન ગોઠવાયુ છે. તેમા ભાવનગર પાલીતાણા અને મહુવાના થિયેટરોમાં બાળ ફિલ્મોત્સવ છે. ગ્રામ્યના અન્ય તાલુકા માટે અત્યારે તો વ્યવસ્થા નથી કરાઇ પરંતુ ભવિષ્યમાં તેનો તબક્કો ગોઠવાઇ શકે છે. >ડી.એમ.કુટાણિયા,ના.મામલતદારમનોરંજન, કલેકટર કચેરી

ઘોઘા, સિહોર, તળાજા, વલભીપુર, જેસર, ગારિયાધાર તાલુકાના વિદ્યાર્થીઓ બાળ ફિલ્મોત્સવથી વંચિત રહ્યા

અન્યાય | માત્ર ભાવનગર, પાલિતાણા, મહુવાની શાળાઓ માટે

અન્ય સમાચારો પણ છે...