તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોનગઢના યુવાને અને સિહોરના યુવકે અગમ્ય કારણસર ફાંસો ખાધો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર | ભાવનગર | 18 માર્ચ

ભાવનગરહેર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બેકારીએ માજા મૂકી છે.અને ખાસ કરીને શ્મજીવી વર્ગને પરિવારનુ ભરણ પોષણ કરવું મુશ્કેલ બનતા અંતે કંટાળી જઇ આત્મ હત્યા કરી લેવાના બનાવોમા વધારો થઇ રહયો છે.ત્યારે શહેરના આનંદનગરમા રહેતા વધુ એક યુવકે બેકારીથી કંટાળી જયારે સોનગઢના યુવાનના પત્ની પિયર ચાલ્યા જતા અને સિહોરના યુવકે અગમ્ય કારણસર ફાંસો ખાઇ લેતા જ્યારે પાલિતાણામાં નવાપરા ચોકમાં રહેતા યુવકે તથા ગારીયાધારનાં નાનીવાવડી અને વિરડી ગામ વચ્ચ અસ્થિર મગજનાં અજાણ્યા યુવકે ફાંસો ખાઈ લેતા તમામનાં મોત િનપજ્યા હતા.

શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા બચરવાળ યુવાન શંકરભાઇ કાળુભાઇ રાઠોડ(ઉ.વ.35)કે જે છૂટક મજૂરી કામ કરી પરિવાનુ ગુજરાન ચલાવતા હતા.તેમને પત્ની ઉપરાંત બે માસુમ પુત્રો અને એક પુત્રીની જવાબદારી હતી.બેકારીના કારણે તેઓ ઘણા સમયથી કંટાળી ગયા હતા.અને આજે તેઓએ શહેરના દિપકચોક સર્કલમાં લગાડવામાં આવેલ ગ્રીલ સાથે ફાંસો ખાઇ લેતા તેઓનુ મોત નીપજયું હતુ.

જયારે સિહોર તાલુકાના સોનગઢ ગામે મફતનગરમાં રહેતા નરેશભાઇ તુલસીભાઇ ડાભી(ઉ.વ.32)ની પત્ની છેલ્લા એકાદ વર્ષથી રીસામણે હોય તે બાબતે લાગી આવતા નરેશભાઇએ પોતાના ઘરે આજે વહેલી સવારે ફાંસો ખાઇ ઇેતા તેમનું મોતનીપજયું હતુ.આ અંગે સોનગઢ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા બનાવમાં સીહોરમાં કરકોલીયા રોડ પર આવેલ પાલનહાર સોસાયટીમાં રહેતા જેન્તીભાઇ કેશુભાઇ મકવાણા(ઉ.વ.30)એ ગત મોડી રાત્રે કોઇ અગમ્ય કારણસર ફાંસો ખાઇ લેતા તેઓને મોત નીપજયુ઼ હતુ.આ બનાવ અંગે સીહોર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચોથા બનાવમાં પાલિતાણાનાં નવાપરા ચોક િવસ્તારમાં રહેતા આશીષભાઈ હર્ષદભાઈએ કોઈ અગમ્ય કારણસર ફાંસો ખાતા મોત િનપજ્યું હતું. જ્યારે પાંચમાં બનાવમાં ગારીયાધાર તાલુકાનાં નાની વાવડી અને વિરડી ગામ વચ્ચે પીજીવીસીએલનાં ઈલેવન લાઈન પર ચડી અસ્થિર મગજનાં અજાણ્યા યુવાને ફાંસો ખાઈ લેતા તેનું મોત િનપજ્યું હતું.

કરૂણાંતિકા | ભાવનગરનાં યુવાને બેકારીથી કંટાળી ફાંસો ખાધો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો