અકસ્માત નોતરતી વીજ તંત્રની બેદરકારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિતાણાના જુની મામલતદાર ઓફીસથી સ્ટેશન રોડ ઉપર જવાના રસ્તા ઉપર સીતારામ કોમ્પ્લેક્ષની બાજુમાં ટ્રાન્સફોર્મરની નીચે ફયુઝ પેટીઓ ખુલ્લી છે. અને તેમાં ફયુઝ પણ તુટી ગયેલા છે. તેમજ એક તો ફયુઝની બદલે ખુલ્લા છેડાઓ આપેલા છે અને આ પેટી પણ ખુલ્લી છે. અકસ્માતને આમંત્રણ આપતી પીજીવીસીએલ તંત્રની આ બેદરકારી છે શું અકસ્માતે કોઇ જાનહાનિ થશે પછી જ કામગીરી થશે ? જો આ સ્થળે કોઇ અઘટિત ઘટના બને તો તેની જવાબદારી કોની? પાલિતાણાના પીજીવીસીએલ તંત્રએ આ તસવીર જોતા માલુમ પડે કે કેવી પ્રિમોન્સુન કામગીરી કરી હશે

અન્ય સમાચારો પણ છે...