પોલીસની વર્દીમાં લોકો પાસેથી પૈસા લેતો વિડીયો વાયરલ થયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલીતાણા પોલીસ સ્ટેશનની બહાર પોલીસની વર્દીમાં રહેલ એક કોન્સ્ટેબલ પૈસા લેતા હોવાનો વિડીયો સોશ્યલ મિડિયામાં વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે.

પાલિતાણા પોલીસ સ્ટેશનની બહાર જ ટોળું વળી ઉભેલા ત્રણ-ચાર લોકો પાસે એક કોન્સ્ટેબલ કક્ષાનો પોલીસની વર્દી પહેરેલો માણસ અાવે છે.વાતચછત કરે છે.અને પૈસા લઇ પેન્ટના ખીસ્સામાં મુકે છે.તેવો વિડીયો આજે સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો.

આ અંગે પાલીતાણા ટાઉન પોલીસ મથકના જવાબદાર અધીકારી પોલીસ ઇન્સ્પેકટર વી.એસ.માંજરીયાનો સંપર્ક સાધતા તેમણેજણાવ્યું હતું કે આવી કોઇ બાબત મારા ધ્યાનમાં આવી નથી. આ અંગે તપાસ કરશું તેમ તેઓએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...