સિહોરની પરીણીતાને મરવા મજબુર કરનાર સાસરીયાઓની ધરપકડ કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર ¿ ભાવનગર | 26 જુલાઈ

સિહોરનાઘાંઘળી રોડ ઉપર સાસરૂ ધરાવતી અને પાલીતાણાના લુવારવા ગામે પિયર ધરાવતી પરિણીતાએ પતિ સહીતના સાસરીયા�ઓના ત્રાસથી ગઇકાલે ફાંસો ખાઇ આપઘાત વહોરી લીધો હતો.

પાલીતાણાના લુવારવાવ ગામે રહેતી સાધનાબેન સુરેશભાઇ ચોૈહાણના એક વર્ષ પહેલા સીહોરના ઘાંઘળી રોડ ઉપર રહેતા ભરતભાઇ જાદવભાઇ મકવાણા સાથે થયા હતા.એક વર્ષના ટુકા લગ્ન જીવનમાં સાધનાબેને ફાંસો ખાઇ આપઘાત વહોરી લેતા તેના પીતા સુરેશભાઇએ સિહોર પોલીસ મથકમાં તેની પુત્રીને શારીરીક-માનસીક ત્રાસ આપી આત્મ હત્યા કરવા મજબુર કર્યાની મૃતકના પતિ અને સસરા તેમજ બે જેઠાણી�ઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

બનાવમાં સિહોર પોલીસે આજે સાધનાબેનના પતી ભરતભાઇ,સસરા જાદવભાઇ, જેઠાણી�ઓ વિમળાબેન અને આહાબેનની ધરપકડ કરી તમામની પુછતાછ હાથ ધરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...