પાલિતાણામાં નિકળશે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તા.15ઓગસ્ટને મંગળવારે પાલિતાણા શહેરમાં રાજ્યની બીજા ક્રમાંકની ગણાતી ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ શોભાયાત્રા માટે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયેલ છે. પાલિતાણા શહેરના 10 કિ.મી.રૂટ પર શોભાયાત્રા ફરવાની છે. ત્યારે તેને આવકારવા નગરજનો થનગની રહ્યા છે.

શહેરમાં ઠેરઠેર નયનરમ્ય સુશોભન શણગાર કરવામાં આવેલ છે. શહેરમાં ચોતરફ કેસરીયો માહોલ છવાઈ ગયેલ છે. શોભાયાત્રાના રૂટ પર ધજા, પતાકા, કમાનો, કૃષ્ણ ભગવાનના પોસ્ટરો વિશાળ સંખ્યામાં લગાવવામાં આવેલ છે. ભૈરવનાથ ચોક ખાતે ભગવાન શ્રીકૃષ્ણનું 42 ફુટ ઊંચું કટઆઉટ ઉભુ કરવામાં આવેલ છે.

આંબેડકર ચોક, ઓવનબ્રીજ અને ભૈરવનાથ ચોકને લાઈટીંગથી અને રંગબેરંગી રોશનીથી ઝળહળતો કરવામાં આવેલ છે.

વર્ષે પણ શોભાયાત્રામાં 70 જેટલા ફ્લોટ્સ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેશે.

70 જેટલા ટ્રેક્ટરોમાં વિવિધ પ્રકારના ધાર્મિક, સામાજિક, વ્યસનમુક્તિ, જીવદયા, પર્યાવરણ, શિક્ષણ અને દેશપ્રેમ તથા સાંપ્રત વિષયોને લગતા ફ્લોટોનું કલાત્મક પ્રદર્શન કરવામાં આવશે.

િવશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને ગૌરક્ષા પ્રખંડ પાલિતાણા દ્વારા આયોજિત 19મી શ્રીકૃષ્ણ જન્મોત્સવ શોભાયાત્રાનું મંગળવારે સવારના 8 કલાકે લક્ષ્મણધામ મંદિરેથી પ્રસ્થાન કરાવીને પરંપરાગત રૂટ મુજબ ફરી સાંજે 5 કલાકે ઘેટી રીંગરોડ રાધાકૃષ્ણ મંદિર ખાતે સમાપન થશે.

િવહિપ, બજરંગદળ, ગૌરક્ષા પ્રચંડ આયોજિત

શોભાયાત્રામાં 70 જેટલા ફ્લોટસ બનશે

આકર્ષણનું કેન્દ્ર : તડામાર તૈયારીઓ

અન્ય સમાચારો પણ છે...