તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિતાણામાં 2800 વ્યક્તિ સામે 1 પોલીસ !!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિતાણા બ્યુરો | ભાવનગર | 13 જુલાઇ

તીર્થનગરીતરીકે જગ વિખ્યાત પાલિતણામાં રોજીંદા વધતા ગુનાઓને કારણે ક્રાઇમ રેટ સતત વધી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી રાત્રે અને હવેથી િદન-દહાડે ચોરી, ચીલઝડપ, છેડતી, મારામારી, હત્યા અને ફાયરિંગ સહિતના ગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. જેનુ મુખ્ય કારણ પોલીસ તંત્રમાં સ્ટાફની ઘટ છે. હાલમાં મહેકમ કરતા ઓછા પોલીસ કર્મીના કારણે એક પોલીસ ઉપર 2800 લોકોની સુરક્ષાની જવાબદારી રહેલી છે.

એક તરફ પાલિતાણામાં વસતિ અને િવસ્તાર વધી રહ્યા છે જ્યારે પાલિતાણામાં આવેલા શત્રુંજય ડુંગરની યાત્રા માટે બહારગામથી દરરોજ હજારો યાત્રાળુઓ અત્રે આવતા હોવાથી જૈન ધર્મશાળાઓની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે બીજી તરફ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનના કર્મચારીઓના મંજૂર મહેકમ સામે 23 જેટલા પોલીસ કર્મચારીઓની ઘટ છે અને હામાં કાર્યરત મહેકમ પણ બાબા આદમના જમનાથી ચાલ્યુ આવે છે. તેના પ્રમાણમાં વસતિ અને િવસ્તાર ડબલ-ટ્રિપલ થયા છે ત્યારે તીર્થનગરી પાલિતાણામાં સરકારે પૂરતો સ્ટાફ ફાળવવો જોઇએ જેથી ક્રાઇમ રેટ ઘટે અને થતાં ગુનાઓને તાત્કાલિક ડીટેક્ટ થઇ શકે.

હાલમાં જે પોલીસ સ્ટાફ ફરજ બજાવે છે તેમાં પણ કેટલાક કર્મચારીઓ વીકલી ઓફ કે સારા, નરસા પ્રસંગો સહિત્ પોતાના અંગત કામો ઉપર રજા કે પોતાના પ્રસંવોમાં જવાનું હોય રજા પર રહેતા હોય છે. પોતાના પોલીસ સ્ટાફમાંથી પણ પ્રતિ નિયુક્ત ડીવાયએસપી ઓિફસ, ન્યાય કોર્ટ, જેલમાં કેટલાક કર્મચારીઓ ફરજ બજાવે છે. આમ 10 કર્મી પ્રતિ િનયક્ત પર હોય છે.

પાલિતાણા ટાઉન અને રૂરલ પોલીસ મથકમાં મંજૂર મહેકમ કરતા સ્ટાફ ઓછો હોવાને લીધે ગુનેગારોને મોકળુ મેદાન મળે છે. પરિણામે ક્રાઇમ રેટમાં વધારો થતો જાય છે. સરકારે વસતિના પ્રમાણમાં તેમજ યાત્રાધામમાં યાત્રીકોની અવરજવરની સંખ્યાને ધ્યાને લઇ નવું મહેકમ મંજૂર કરીને ઘટતા પોલીસ કર્મચારીની જગ્યાઓ વહેલી તકે ભરવી જોઇએ. તેવી આમ પ્રજાની લાગણી અને માંગણી છે.

પોલીસ તપાસમાં પડતી અગવડ

પોલીસકર્મચારીઓની ઘટને લીધે એક તપાસ અધિકારી પાસે અનેક કેસની તપાસ હોય છે. જેના કારણે ઘણી વખત કેસની તપાસમાં સમય કરતા ઘણું મોડું થઇ જતું હોય છે. તેના કારણે ગુનેગારોને ફરાર થવાનો સમય મળી રહેતો હોય છે. સરકાર દ્વારા જો મુદ્દે કઇક નક્કર કાર્યવાહી થાય તોપોલીસ બેડામાં આનંદ સાથે રાહતની લાગણી છવાઇ જશે.

મંજૂર અને હાજર મહેકમ

પોસ્ટમંજૂર હાજર ઘટ

ડીવાયએસપી 1 - 1

પીઆઇ 1 1 0

પીએસઆઇ 2 1 1

પો.કોન્સ. 66 45 21

કુલ 70 47 23

પોલીસ તંત્રના મંજૂર થયેલા મહેકમ સામે 23 પોલીસ કર્મચારીની ઘટ : Dy. SP, PSIની જગ્યાઓ ખાલી

સમસ્યા | યાત્રાધામમાં બહારના લોકોની અવરજવર વધુ રહે છે ત્યારે સુરક્ષાની ખાસ જરૂરિયાત

અન્ય સમાચારો પણ છે...