તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરમાં પ્રથમ વરસાદથી જનહૈયા પુલકિત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રિપોર્ટર | ભાવનગર |9 જૂન

ગઇકાલે ભાવનગર જિલ્લામાં તળાજા, મહુવા અને ગારિયાધારના ગ્રામ્ય પંથકોમાં મેઘરાજાની સવારીએ કૃપા વરસાવી જનહૈયે ટાઢક કર્યા બાદ આજે સવારથી ભાવનગર શહેરમાં કાળા ડીબાંગ વાદળો આવી ચડ્યા હતા અને સવારે 11 કલાકે અને બપોરે 1.30 કલાકે ઝાપટા સ્વરૂપે મોસમનો પહેલો વરસાદ વરસી જતા નગરજનોના હૈયે હરખ છવાયો છે. તો બીજી તરફ વરસાદને લીધે વાતાવરણમાં પણ ટાઢક પ્રસરી વળતા દાહક ગરમી ગાયબ ગઇ ગઇ છે. તો જેસર અને પાલિતાાણમાં આજે 1-1 ઇંચ વરસાદ વરસી જતા અને ઘોઘા- તળાજામાં અડધો-અડધો ઇંચ વરસાદ વરસી જતા જનહૈયા હરખથી પુલકિત થઇ ગયા હતા.

ભાવનગર શહેરમાં આજે સવારના સમયથી વાતાવરણમાં ફેરફાર આવ્યો હતો અને ગગનમાં કાળા ડીબાંગ વાદળો છવાયા બાદ સવારે 11 કલાક આસપાસ મેઘસવારી શહેરમાં આવી પહોંચી હતી જો કે પ્રથમ વરસાદમાં એકાદ બે ઝાપટા વરસ્યા છતાં મેઘકૃપાા વરસતા શહેરીજનોના હૈયા પુલકિત થઇ ગયા હતા બપોરના દોઢેક વાગ્યાના સમયે ત્રણેક જોરદાર ઝાપટા વરસી ગયા હતા જેથી ઘણા સ્થળોએ પાણી ભરાઇ ગયા હતા. આજે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો પણ તેની અસરથી સમગ્ર શહેરમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી વળી છે અને તાપમાન 39 ડિગ્રી રહેતું તે 36 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું છે. ભાવનગર શહેરમાં બપોરના દોઢેક વાગ્યે બે ત્રણ જોરદાર ઝાપટા વરસી ગયા હતા જેથી ઘણા વિસ્તારોમાં પાણીના ખાબોચીયા ભરાઇ ગયા હતા નગરજનો હજી મોસમના પ્રથમ ધોધમાર વરસાદની રાહમાં છે.

પાલિતાણામાં આજે બપોરના બે વાગ્યા બાદ ઠંડો પવન ફુંકાવો શરૂ થયો હતો અને વરસાદી વાદળો ચડી આવ્યા બાદ એક કલાકમાં એકાદ ઇંચ વરસાદ વરસી ગયો હતો. સરકારી ચોપડે 22 મી.મી. વરસાદ નોંધાયો હતો. જેસરમાં આજે બપોરના ત્રણ વાગ્યાથી વરસાદ વરસવો શરૂ થયો હતો અને 23 મી.મી. વરસાદ વરસી જતા ટાઢક થઇ ગઇ હતી. તાલુકાના દેપલા, રાણીગામ, પીરડી, ધોળા, દીપાવડલી વિ.માં પણ એકાદ ઇંચ વરસાદના અહેેવાલ છે. ખેડૂતો હજી વાવણીલાયક વરસાદની રાહમાં છે.

તળાજામાં ભારે ઉકળાટ બાદ વાઝડી સાથે વરસાદનો આરંભ થયો હતો અને એકાદ કલાકમાં ધીમી ધારે અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો. બગદાણામાં પણ આજે અડધો ઇંચ વરસાદ વરસ્યાના વાવડ છે. આજે ઘોઘા ખાતે પણ બપોરના એકાદ વાગ્યે મેઘરાજાની પધરામણી થઇ હતી અને અડધો ઇંચ વરસાદ વરસાવી દેતા પ્રજાજનોના હૈયે ખુશાલી પ્રસરી વળી હતી.

ઉમરાળાના ધોળા જંકશન ખાતે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી નેવાધાર વરસાદ વરસતા શેરી�ઓમાં પાણી વહેતા થઇ ગયા હતા.

સિહોરના ગ્રામ્ય પંથક ટાણા, બોરડી, કાજાવદર, જાંબાળા, સાગવાડી, ધ્રૂપકા, ભડલી, દેવગાણા, અગિયાળી સહિતના ગામોમાં હળવા ઝાપટા વરસી ગયા હતા. સિહોર પંથકમાં ધરતીપુત્રો વાવણીલાયક વરસાદની રાહમાં છે.

બોટાદ િજલ્લામાં જોરદાર વરસાદથી ખુશીની લહેર

ગઢડાખાતે આજે મેઘરાજાની જોરદાર અેન્ટ્રી થઇ હતી અને ધોધમાર વરસાદ વરસતા ગઢડાના નગરજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી. પહેલા વરસાદે નગરના રોડ પર પાણી વહેતા કરી દીધા હતા. બોટાદ શહેરમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય બફારો અનુભવાયા બાદ સાંજના સમયે મેઘરાજાએ એન્ટ્રી કરી ધીમી ધારે વરસાદ વરસાવ્યો હતો.

ગઢડા

તળાજા

ભાવનગર

જેસરમાં તોફાની પવનથી છાપરા ઉડ્યા

જેસરતાલુકામાં આજે તોફાની પવન સાથે વરસાદ વરસી ગયો જેમાં જેસરના વેપારી હરિ�ઓમ ટ્રેડર્સના ગોડાઉનના છાપરા ઉડી ગયા હતા જેથી શીંગ અને ચણાનો જથ્થો પલળી ગયો હતો.

માલપરામાંવીજળી પડતા ભેંશનું મોત

પાલિતાણાનામાલપરા ગામે આજે બપોરે ગાજવીજ સાથે એકાદ ઇંચ વરસાદ સાથે વીજળી પડતા જયસુખભાઇ ખેરાલાની માલિકીની ભેંશનું મોત નીપજ્યું હતુ.

જેસર અને પાલિતાણામાં એક એક ઇંચ તેમજ તળાજા અને ઘોઘામાં અડધો અડધો ઇંચ વરસાદ

મેઘમહેર | ભાવનગર શહેર અને િજલ્લામાં વર્ષારાણીના આગમનથી ઠંડકની લહેર પ્રસરી

અન્ય સમાચારો પણ છે...