આદિનાથના નાદ સાથે યાત્રાળુઓ કરશે ગાઉની યાત્રા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિતાણા બ્યુરો, ભાવનગર | 9 માર્ચ

પાલીતાણાખાતે ભગવાન આદીનાથના નાદ સાથે શુક્રવારે શેંત્રુજય ડુંગર પર હજ્જારો યાત્રાળુ�ઓ ગાઉની યાત્રા કરી ધન્ય બનશે. વહેલી સવારે 4-30 કલાકથી યાત્રાનો પ્રારંભ થશે.આ યાત્રાનો લાભ લેવા માટે ભાવનગર ઉપરાંત અનેક શહેર-જિલ્લા,અને પ્રદેશ ઉપરાંત વિદેશથી પણ અનેક શ્રધ્ધાળુ�ઓ ખાસ ફાગણ સુદ તેરસની યાત્રા માટે પધાર્યા છે.ત્યારે પાલીતાણામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામા આવ્યો છે

શેંત્રુજય ડુંગર ઉપર તમામ પરબો પર ગરમ અને ઠંડા પાણીની વ્યવસ્થા, મેડીકલ સુવિધા અને આણંદજી કલ્યાણજી પેઠી દ્વારા સીકયુરીટીની પણ વિશેષ વ્યવસ્થા કરવામા આવી છે.ઉપરાંત યાત્રાળુ�ઓ માટે આદપુર ખાતે 97 પાલની વ્યવસ્થા પેઠી દ્વારા કરવામા આવી છે.આજે કચ્છી સમાજ દ્વારા તેરસની મહાયાત્રા કરી હતી.અને 3000 થી વધુ કચ્છી યાત્રાળુ�ઓએ યાત્રા કરી હતી.

વિવિધ સંસ્થા�ઓ દ્વારા યાત્રાળુ�ઓ માટે પાલ ઉભા કરવામા આવે છે.જેમા મુંબઇના વર્ધમાન સંસ્કાર ધામ દ્વારા પણ શેંત્રુજય સિધ્ધવડ પાસે ફાગણ સુદ તેરસની યાત્રા પુરી કરીને આવતા હજ્જારો ભાવીકો ભગવાનની પૂજા કરી શકે તે માટે દેરાસરનું નીર્માણ કરવામા આવ્યુ઼ છે.જયા ન્હાવાનું-પૂજા જોડ,પૂજા સામગ્રી લોકર સહીતની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામા આવી છે.

પ્રાર્થના જૈન યુવક મંડળ દ્વારા અદભુત વ્યવસ્થા

દરવર્ષની જેમ વર્ષે પણ પ્રાર્થના જૈન યુવક મંડળ ભાવનગર દ્વારા ગિરિરાજ પરના ફળ-નૈવેધની યોગ્ય વ્યવસ્થા સહ અનુકંપા દાન દ્વારા શાસન પ્રભાવનાની વ્યવસ્થા કરવાનું વિશીષ્ટ કાર્ય મંડળ દ્વારા કરવામા અાવે છે.અને તેને એકત્રીત કરી નીચે ઉતારી પાલીતાણાના આજુ બાજુના ગામડા�ઓ, સંકુલો, ભાવનગર શહેરની આજુ બાજુના સ્લમ વિસ્તારો,જરુરિયાતમંદ સંસ્થા�ઓ તેમજ સ્કુલના બાળકોને વસ્તુ પહોંચાડવામા આવશે.ઉપરાંત જુદી જુદી હોસ્પીટલોમાં બીમાર દર્દી�ઓના ખાટલે ખાટલે ફરી ફળો આપવામા આવશે.આ બધા કાર્યમા ખાસ્સો ખર્ચ થતો હોય છે.તે માટે દાતા�ઓને મંડળ દ્વારા સહકાર આપવા અપીલ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...