રથયાત્રાના સમાપન અવસરે ધર્મસભા યોજાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ સ્વ. ભીખુભાઇ ભટ્ટ પ્રેરિત ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત ભગવાન જગન્નાથજીની 33 મી રથયાત્રાના સમાપન અવસરે શહેરના સુભાષનગરમાં આવેલા ભગવાનેશ્વર મહાદેવના સાનિધ્યમાં શનિવારે મોડી સાંજે સંતો અને મહંતોની નિશ્રામાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

મહંત પૂ. જેેજેરામબાપુ ભુતીયા (પાલિતાણા)આશ્રમ,મહંત પૂ. અભિરામદાસબાપુ (ખોડીયાર મંદિર,બોરતળાવ), પૂ. નટુદાસબાપુ (કુંભારવાડા) તેમજ પૂ. પરશુરામબાપુ (હાદાનગર)ની પાવન નિશ્રામાં તેમજ રથયાત્રા મહોત્સવ સમિતિના અધ્યક્ષ હરૂભાઇ ગોંડલીયા, વિશ્વ હિન્દુ પરિષદના કિરીટભાઇ મિસ્ત્રી તેમજ સ્થાનિક રહિશોની ઉપસ્થિતીમાં યોજાયેલી આ ધર્મસભામાં ગૌરાંગ જાની સહિતના નામાંકિત કલાકારોએ તેની આગવી શૈલીમાં લોકસાહિત્યની રસલ્હાણ પીરસી હતી અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું મહત્વ સમજાવ્યુ હતુ. કાર્યક્રમ સંચાલન કિરીટભાઇ મિસ્ત્રીએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...