પાસ હોવા છતાં વિદ્યાર્થીને બસમાંથી ઉતારી મૂકાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : વરતેજના એસટી બસ સ્ટેન્ડમાં સવારે 7:30 વાગ્યે બનેલી એક ઘટનામાં ભાવનગર-પાલિતાણાની બસ નં. 6330ના કંડકટરે વરતેજના ડ્રાઇવર રાહુલ રાઠોડને તેની પાસે પાસ હોવા છતાં વિદ્યાર્થીને રૂ. 20ની ટીકીટ પકડાવી દેતાં વિદ્યાર્થીએ પોતાની પાસે પાસ હોઇ ટીકીટ લેવાનો ઇન્કાર કરતાં કંડકટરે તેનો કાઠલો પકડ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ છાત્રને બાદમાં બસમાંથી ઉતારી મૂકવામાં આવતાં તેનું સમગ્ર દિવસનું ભણતર બગડ્યું હતું. એસટીની અમુક બસમાં છાત્રોને પ્રવેશ મળે અને અમુક બસમાં મુસાફરી માટે પ્રવેશ ન મળે એવી વ્યવસ્થા અથવા તો પોલીસીના કારણે છાત્ર આલમ અનેક સમસ્યાથી પીડાઇ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...