તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તળાજામાં 1,પાલિતાણામાં અડધો ઇંચ વર્ષા : વાતાવરણમાં ઠંડક પ્રસરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેધર રિપોર્ટર | ભાવનગર | 20 જુલાઇ

આજેતળાજામાં બપોર બાદ સાંજના સમયે પણ મેઘમહેર વરસી હતી. તળાજામાં સાંજના સમયે ધીમી ધારે વરસાદ બાદ ધોધમાર મહેર વરસતા આજે આખા દિવસમાં એક ઇંચ વરસાદ વરસી જતા વાતાવરણમાં ટાઢક પ્રસરી વળી હતી.

અાજે પાલિતાણામાં સાંજના 5થી 6 વાગ્યા દરમિયાન ધીમી ધારે 12 મી.મી. એટલે કે અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો જો કે પાલિતાણાના આસપાસના ગ્રામ્ય પંથકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યાના વાવડ મળ્યા છે. તો ઉમરાળામા પણ સાંજના સમયે હળવા ઝાપટા વરસતા કુલ વરસાદ 8 મી.મી. નોંધાયો હતો.

ભાવનગર શહેર અને જિલ્લામાં અષાઢ માસ અડધો પૂર્ણ થઇ ગયો છે ત્યારે પણ હજી મેઘો મન મૂકીને વરસાદ વરસાવતો નથી. સાંબેલાધાર વરસાદની બદલે માત્ર સરવડાં વરસી રહ્યાં છે. આજે ભાવનગર જિલ્લામાં પાંચ તાલુકાઓમાં હળવા ભારે ઝાપટા વરસી ગયા હતા.

તળાજામાં આજે આખો દિવસ વાદળો અને સૂરજ વચ્ચે સંતાકૂકડી ચાલુ રહી હતી દરમિયાનમાં બપોરના સમયે વાદળો ઘેરાયા હતા અને ધોધમાર વરસાદ ખાબકશે તેવું વાતાવરણ જામ્યું હતુ પણ સ્થિતિ વચ્ચે 1 ઇંચ વરસાદ પડ્યો હતો. આજે 7 મી.મી. વરસાદ વરસતા સિઝનમાં તળાજામાં કુલ વરસાદ 221 મી.મી.ના આંકને આંબી ગયો છે.

ઘોઘા ગામે આજે વધુ 5 મી.મી. વરસાદ ઝાપટા સ્વરૂપે વરસતા ચોમાસામાં કુલ વરસાદ 135 મી.મી.ના આંકને આંબ્યો છે. મહુવામાં આજે હળવા ઝાપટા વચ્ચે 4 મી.મી. વરસાદ વરસી ગયો હતો. તેથી સિઝનનો કુલ વરસાદ 149 મી.મી. થયો છે.

ઉના પંથકમાં એક ઇંચ વરસાદ

ઉનાશહેરમાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ રહ્યા બાદ બપોરના બે ઝાપટા પડી ગયા હતા જેથી અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ સાંજે 6 સુધીમાં 1 ઇંચ વરસાદ પડી ગયો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

તળાજા, મહુવા, ગારિયાધાર, ઉમરાળા, ઘોઘામાં વરસાદી ઝાપટા વરસ્યા

મોસમ હલચલ | જિલ્લામાં સીઝનનો કુલ વરસાદ 7 ઇંચ થયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો