તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • Palitana
 • કુંભારવાડાનાં તરૂણે ફાંસો ખાતા અને ક.પરાની મહિલાનું દાઝી જતાં મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુંભારવાડાનાં તરૂણે ફાંસો ખાતા અને ક.પરાની મહિલાનું દાઝી જતાં મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર | ભાવનગર | 20 જુલાઈ

ભાવનગરશહેર જીલ્લામાં બનેલી જુદી-જુદી અપમૃત્યુની ઘટનામાં શહેરના કુંભારવાડામાં રહેતા તરુણે ફાંસો ખાતા અને ક.પરાની મહિલાનુ દાઝી જતાં અને અન્ય બનાવોમાં 4 સહીત કુલ 6 વ્યક્તિઓના મોત નીપજયા હતા.

શહેરનાં કુંભારવાડા નારીરોડ ખાતે રહેતા મેહુલ ભુપતભાઇ ગોહિલે આજે પેતાના ઘરે કોઇ અગમ્ય કારણસર ફાંસો ખાઇ લેતા તેને સર.ટી.હોસ્પીટલમાં ખસેડાયો હતો.જેને ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. જયારે બીજા બનાવમાં કરચલીયા પરામાં રૂખડીયા હનુમાન નજીક રહેતા સંગીતાબેન હરેશભાઇ રાઠોડ (ઉ.વ.27)નું દાઝી જતાં મોત નીપજયું હતુ. ત્રીજી ઘટનામાં પાલીતાણા ખાતે રહેતા નીતીનભાઇ મગનભાઇ ડોડીયા(ઉ.વ.30)ને ઝેરી જીવડું કરડી જતાં સારવાર્થે ભાવનગર સર.ટી.હોસ્પીટલમાં ખસેડાયા હતા જેનું મોત નીપજયું હતુ.

ચોથી ઘટનામાં સાવરકુંડલાનાં આકોલાડી ગામે રહેતા નાનજીભાઇ બીજલભાઇ પરમાર(ઉ.વ.35)15 દિવસ પહેલા થ્રી વ્હીલ ટેમ્પોમાંથી પડી ગયા હતા.જે�ઓને સારવાર માટે ખસેડાયા હતા.જયા તે�ઓને શ્વાસની તકલીફ થતાં મોત નીપજયું હતુ.

પાંચમાં બનાવમાં ઘોઘા તાબેનાં ત્રંબક ગામે રહેતા ભુપતભાઇ નાથાભાઇ ચોૈહાણ(ઉ.વ.55)ઘરનાં ધાબા પરથી પડી જતા મોત નીપજયું હતુ. જયારે પાલીતાણા તાબેનાંવીરપુર ગામે રહેતા નિલેશભાઇ મગનભાઇ મકવાણા મોટરસાયકલ નં.જી.જે.4.કે. -2005 કે જેને જીવરાજભાઇ નરશીભાઇ ગોહિલ ચલાવતા હતા તેની પાછળ બેસી જતા હતા.તે વખતે બાઇક સ્લીપ થતા નીલેશભાઇનું મોત નીપજયું હતુ.આ બનાવ અંગે મગનભાઇ ઘુઘાભાઇ મકવાણાએ બાલક ચાલક જીવરાજભાઇ સામે ફરિયાદ નોંધાવેલ છે.

ત્રંબકનાં વૃધ્ધનું ધાબા પરથી પડી જતા, પાલિતાણાનાં યુવકને જીવડુ કરડતા સારવાર દરમ્યાન મોત નીપજયા હતા

કરૂણાંતિકા| ભાવનગર પંથકમાં 6 અપમૃત્યુનાં બનાવો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો