તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેન રોકવાના પાંચ બનાવ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર |ભાવનગર | 20 જુલાઈ

ઉનામાંપોલીસ દ્વારા દલિતો પર અત્યાચારની ઘટનાના પગલે રાજ્યભરમાં ફાટી નીકળેલાં દલિત આંદોલનો દરમ્યાન ભાવનગરમાં આજે એસટીને ખાસ કોઇ નૂકસાન નથી પરંતુ આંદોલનકારી�ઓની એક શાખા ટ્રેન રોકવા સુધી પહોંચી હતી. ભાવનગર ડીવીઝનમાં વઢવાણ, બોટાદ, વસ્ત્રાપુર અને ભાવનગર પરા સહિત 5 સ્થળે ટ્રેન રોકવાના બનાવ બન્યા હતા. જો કે કોઇ ગાડીમાં જાન-માલ હાનિના કોઇ ખબર નથી.

એસટી સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેનને આજે 11:30 વાગ્યાના સુમારે દલિતોના ટોળાંએ ઘેરી લેતા ટ્રેન થંભાવી દેવાની ફરજ પડી હતી. જો કે પોલીસના મજબૂત પ્રયત્નોના કારણે છેક 1 કલાક 10 મીનીટ બાદ ગાડી ઉપડવા દેવાઇ હતી. રીતે બહારના રાજ્યમાંથી પીપાવાવ જઇ રહેલી એક માલવાહક ટ્રેનને પણ 11 વાગ્યાના સુમારે વઢવાણ પાસે ટોળાંએ થોડી મીનીટો સુધી થંભાવી દીધી હતી. બપોરે 1:30 વાગ્યાના સુમારે બોટાદના સાળંગપુર રોડ પર ભાવનગરથી બોટાદ આવતી ટ્રેનને રોકવામાં આવી હતી પરંતુ પોલીસ આવી જતાં ટોળાં વિખેરાઇ ગયાં હતાં. બીજી ટ્રેન રોકાય તે માટે બાદમાં પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સાંજના સુમારે ભાવનગર શહેરમાં પણ દલિતોના એક ટોળાંએ પરા પાસે પાલીતાણા ટ્રેન પસાર થવાના સમયે ફાટક બંધ થતી રોકીને ટ્રેન રોકી દીધી હતી. અહીં પણ પોલીસ આવતાં ટોળાં નાસી છૂટ્યાં હતાં. અે પ્રકારે અમદાવાદ શહેરમાં ભાવનગર ડીવીઝનની હદમાં આવતાં વસ્ત્રાપુર સ્ટેશને ગાંધીગ્રામથી બોટાદ આવતી ટ્રેનને લગભગ 10 મીનીટ સુધી રોકી રાખવામાં આવી હતી અને ત્યાં પણ ટોળાંને ખસેડવામાં પોલીસની મજબૂત ભૂમિકા કામ લાગી હતી.

તસવીર - ગૌરાંગ વસાણી

રેલ અવરોધકો સામે કાનૂની કાર્યવાહી થશે

^ભાવનગરડીવીઝનમાં એક માલગાડી સહિત 5 ટ્રેનોને રોકવાના બનાવો વઢવાણ, વસ્ત્રાપુર, બોટાદ, વસ્રત્રાપુર અને ભાવનગર શહેરમાં પરા ખાતે બન્યા હતા. વઢવાણ પાસે ભાવનગર- સુરેન્દ્રનગર સૌથી વધુ 1:10 કલાક સુધી રોકી રખાઇ હતી. તમામ બનાવોમાં આરોપી�ઓ સામે આરપીએફ દ્વારા કાનૂની કાર્યવાહી થશે. >માશુકઅહેમદ, ડીસીએમ,ભાવનગર રેલવે

ભાવનગર-પરા, બોટાદ, વઢવાણ, વસ્ત્રાપુર સહિતના સ્થળે ગાડીઓને દલિતોએ ઘેરી પાટા પર બેસી ગયા

ટ્રેક સેટબેક | દલિત આંદોલનકારીઓએ ટ્રેનોની ગતિને થંભાવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો