મૂળીમાં તે કેસ કરાવ્યો છે તેમ કહી માર માર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળીના કુકડીયાપામાં રહેતા હિતેન્દ્રસિંહ હરૂભા પરમાર પોતાનુ બાઇક લઇ મૂળી પ્રવેશદ્વાર પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે ગામના જ ગીરીરાજસિંહ ઝાલા અને રવિરાજસિંહ ઉર્ફે મજનુભાઇ પરમાર ત્યાં આવી કરશનને તે ચડાવી મારા વિરૂધ્ધમાં ફરીયાદ કરાવ્યાની વાત કહી બન્ને વચ્ચે બોલાચાલી બાદ ધોકાથી હાથ અને પગમાં ઇજાઓ પહોંચાડી તેમજ વચ્ચે પડનાર યોગરાજસિંહને ઢીકાપાટૂનો માર મારી ધમકી આપી મોબાઇલને નુકશાન કરાયાની પોલીસ મથકે ફરીયાદ નોંધાતા વધુ તપાસ PSI એચ. એલ. ઠાકર કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...