તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

12 ગામનાં ખેડૂતોએ લો વોલ્ટેજના પ્રશ્ને પીજીવીસીએલ કચેરી ગજવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાયલા તાલુકાનાં સામતપર, કેસરપર, ઢાંકણીયા સહિત બાર ગામોનાં લો વોલ્ટેજનાં કારણે બોરની મોટર શરૂ ન થતી હોવાથી ખેડૂતો પાકને પાણી નથી પીવડાવી શકતા. ખેડૂતોને થતી સમસ્યા તંત્ર દ્વારા ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરાય તેવી માંગ સાથે ખેડૂતો મૂળી પીજીવીસીએલ કચેરીએ રજૂઆત કરવા ધસી આવ્યા હતા.

સાયલા તાલુકાનાં સામતપર, કેસરપર, ઢાંકણીયા, સોનપરી, સાપર, ડોળીયા, મોરસલ સહિત બારથી વધુ ગામોમાં કેટલાક સમયથી વિજપુરવઠો પુરતો ન મળતો હોવાની ફરીયાદ ઉઠી હતી. આથી તાલુકા પંચાયત સદસ્ય રાજેન્દ્રસિંહ પરમાર, નિતિનભાઇ ગઢવી, વિઠ્ઠલભાઇ, નરશીભાઇ સહિત 100થી વધારે ખેડૂતો મૂળી પીજીવીસીએલ કચેરીએ ધસી આવ્યા હતા.

જ્યાં રજૂઆત કરતા જણાવ્યુ કે એક તરફ વરસાદ ઓછો છે. ત્યારે પાકને પાણીની તાતી જરૂરીયાત છે. તેવા સમયે વિજ પુરવઠો ન મળતા ખેડૂતોનો ઉભો પાક સુકાઇ રહ્યો છે. વારંવાર આ સમસ્યા સર્જાય છે. આથી આ પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવા માંગ કરાઇ હતી. આ અંગે પીજીવીસીએલનાં કાર્યપાલક ઇજનેર શેખભાઇએ જણાવ્યું કે વધારે ગામો એક લાઇનમાં હોવાથી સમસ્યા સર્જાઇ છે. ટુંક સમયમાં કાર્યવાહી કરી પ્રશ્નનું નિરાકરણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...