• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Muli
  • મૂળીમાં મામલતદાર કચેરી જર્જરિત, 2 વર્ષથી મંજૂરી છતાં નવી બનાવાતી નથી

મૂળીમાં મામલતદાર કચેરી જર્જરિત, 2 વર્ષથી મંજૂરી છતાં નવી બનાવાતી નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળીમાં આવેલી મામલતદાર કચેરી વર્ષો જુની અને જર્જરિત થતાં કામ અર્થે આવતા અરજદારો અને કર્મચારીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા બે વર્ષથી મંજૂર થયેલી મામલતદાર કચેરી નવી બનાવવાની માગ ઉઠી છે.

મૂળી તાલુકાની અનેક સરકારી કચેરીઓ વર્ષો જુની હોવાથી હાલમાં જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. આવી જ રીતે મૂળી મામલતદાર કચેરી અંદાજે 70 વર્ષથી વધારે જુની હોવાથી અનેક રૂમો અને દિવાલો જર્જરિત હાલતમાં છે. આથી ચોમાસામાં પણ પાણી પડી રહ્યું હોવાથી અનેક મહત્વનાં દસ્તાવેજો પલળવાની શક્યતા રહેલી છે. આથી અહીં કામઅર્થે આવતા લોકો અને કર્મચારીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે કોઇ પણ બનાવ બને તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી સ્થાનિકો અને કર્મચારીઓ માંગ કરી રહ્યા છે.

આ અંગે કામઅર્થે આવેલ અરજદારો સરાના મનસુખભાઇ, સરલાનાં રમેશભાઇ સહિતનાંઓએ જણાવ્યું કે બે વર્ષથી નવી કચેરી બનાવવા નક્કી થયુ હોવા છતા આજદિન સુધી કામ શરૂ ન કરાતા તંત્રેને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની જરૂર છે.

મૂળીમાં લોકોને અનેક મુશ્કેલી ભોગવવી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...