તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Muli
  • મૂળી તાલુકામાં 25 વર્ષ પહેલાં નખાયેલા બે હજારથી વધુ વીજપોલ જોખમી

મૂળી તાલુકામાં 25 વર્ષ પહેલાં નખાયેલા બે હજારથી વધુ વીજપોલ જોખમી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળી તાલુકામાં અનેક ગામોમાં વીજપોલ વર્ષોજુના હોવાથી અકસ્માતને નોતરે છે. ત્યારે આવી જ રીતે સોમવારે જર્જરીત વીજપોલ હેલ્પર પર પડતા મોત નિપજતા તંત્ર દ્વારા આવા વીજપોલ યોગ્યકરવા કામગીરી હાથ ધરાઇ છે. જેમાં મૂળી તાલુકામાં બે હજારથી પણ વધારે વીજપોલ 25 વર્ષથી વધારે જુના હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.

મૂળી તાલુકાનાં અદાજે 40થી વધારે ગામોમાં 25 વર્ષ પહેલા નાંખવામાં આવેલ બે હજારથી પણ વધારે વીજપોલ જર્જરીતે કે મર્યાદાપુર્ણ કરી ચુકેલા હોવાથી ગમે ત્યારે જોખમ સર્જી શકે છે. તાજેતરમાં ટીકર ગામે કોઇ કારણસર વીજપોલ પડી ભાંગતા અને લાઇનમેન નટુભાઇ રાઠવા પર પડતા તેમનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું આથી તંત્ર દ્વારા આવા ક્ષતિગ્રસ્ત વીજથાંભલાને યોગ્ય કરવા અને આગામી સમયમાં ફરી કોઇ અણબનાવ ન બને તે માટે સાવચેતીનાં ભાગ રૂપે મૂળી પીજીવીસીએલ દ્વારા સર્વે સહિતની કામગીરી હાથ ધરાઇ છે. આ અગે કાર્યપાલક ઇજનેર વાય એમ શેખે જણાવ્યુ હતુકે કર્મચારી કે કોઇ વ્યકિતને જાનહાની થવી જ ન જોઇએ તે માટે અમે સતત પ્રયત્નશિલ છીએ અને વર્ષો જુના પોલ બહારથી યોગ્ય દેખાતા હોય છે. પરંતુ જમીનમાં તેની સ્થિત શુ છે તે ખ્યાલ જલ્દી ન આવતા વધારે તકલીફ પડે છે. તેમ છતા અમારા દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

નમી ગયેલ વીજ પોલ નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...