તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Muli
  • Muli મૂળી પોલીસ મથકથી માત્ર સો મીટર દૂર આવેલી કપડાની દુકાનમાં ચોરી

મૂળી પોલીસ મથકથી માત્ર સો મીટર દૂર આવેલી કપડાની દુકાનમાં ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળીનાં ચોરો માટે જાણે મોકળુ મેદાન મળી ગયુ હોય તેમ પોલીસ મથક નજીકથી જ કપડાની દુકાનમાંથી તૈયાર કપડા અને પીસ સહિત 17,500નો મુદામાલ ચોરી થતા સ્થાનિકોમા રોષની લાગણી ફેલાઇ છે.

મૂળી તાલુકામાં દિવસને દિવસે ગુનાહિત પ્રવૃતિઓ ખુબજ બની રહી છે. મૂળીમાં ચોરો જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ પોલીસ મથકથી માત્ર સો મીટરનાં અંતરે આવેલ મંદિરની થોડા દિવસ પહેલાજ દાનપેટી ચોરાઇ હતી. આ બાબતે સ્થાનીકો દ્વારા પોલીસને જાણ કરાઇ હતી. તેમ છતા પોલીસ જાણે નિદ્રાધિન હોય તેમ શુક્રવારે અગાઉ ચોરી થઇ હતી. તેજ જગ્યા પાસે આવેલ તૈયાર કપડાની દુકાન રાતના સમયે બંધ હતી. દુકાનના નળીયા તોડી ઉપરથી ઉતરી કોઇ અજાણ્યા ઇસમો દુકાનમાં રહેલ તૈયાર કપડા અને પેન્ટ 30, શર્ટ 25 અને નાઇટપેન્ટ 10 સહિત 17,500નો મુદામાલ ચોરી ગયાની પોલીસ ફરીયાદ મહેશભાઇ અરવિંદભાઇ ચાવડાએ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે.

મુળીમાં ચોર માટે જાણે મોકળું મેદાન મળ્યું હોય તેમ લાગી રહ્યું છે. થોડા દિવસ અગાઉ મંદિરમાંથી તસ્કરો દાનપેટી ઉઠાવી ગયા હતા.તો ફરી તસ્કરોએ ત્રાટકીને પોલીસ મથકથી ખુબ જ નજીક આવેલી એક કાપડની દુકાનમાંથી તસ્કરો કપડાની ચોરી કરી પલાયન થયા હતા. પોલીસ સામે પણ તસ્કરો પડકાર ફેંકીને ફરાર થયા છે. ત્યારે હવે જોવું રહ્યું કે, આ ચોરીના બનાવનો ભેદ પોલીસ કેટલા સમયમાં ઉકેલી નાખે છે.

તસ્કરો નળિયા તોડી પ્રવેશ્યા હતા અને ચોરી કરી પલાયન થયા હતા.

અન્ય સમાચારો પણ છે...