• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Muli
  • ગ્રામજનોએ પોલીસની સાથે સીમ વિસ્તારમાં દરોડા પાડી જમીનમાં સંતાડેલો આથો જપ્ત કર્યો

ગ્રામજનોએ પોલીસની સાથે સીમ વિસ્તારમાં દરોડા પાડી જમીનમાં સંતાડેલો આથો જપ્ત કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળી તાલુકાનાં સુજાનગઢ ગામના સીમ વિસ્તારમાં બાતમીના આધારે સરપંચ અને ગ્રામજનોએ સાથે પોલીસે રેડ કરી જમીનમાં દાટેલો 200 લીટર આથો જપ્ત કર્યો હતો. જ્યારે બે આરોપી રાજુભાઇ અને ફિરોઝભાઇ ભાગી છુટ્યા હતા. આથી પોલીસે ગુુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મૂળી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં દેશીદારૂનુ વેચાણ મોટા પ્રમાણમાં થઇ રહ્યું છે. ત્યારે મૂળીના સુજાનગઢ ગામે સીમ વિસ્તારમાં દેશીદારૂનું વેચાણ થતુ હોવાની બાતમી મળતા સરંપચ ભુપતભાઇ ઉદેશા રસિકભાઇ, પોલીસ મથકનાં નરેન્દ્રસિંહ રોહિતભાઇ યશપાલસિંહ સહિતનાએ રેડ કરી હતી.

જેમાં પોલીસે સ્થળ પરથી જમીનમાં સંતાડેલો 200 લીટર દેશીદારૂ બનાવવાનો આથો અને ટીપડા ઝડપી પાડ્યા હતા. જ્યારે ગામના જ રાજુભાઇ અમરશીભાઇ અને ફિરોઝભાઇ અનવરભાઇ ભાગી છુટવામાં સફળ રહ્યા હતા. આ અંગે પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ આરંભી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ઘણાં સમયથી પંથકમાં દેશી દારૂના વેચાણમાં વધારો થતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.

મૂળીનાં સુજાનગઢમાં ગ્રામજનોએ દારૂની રેડ કરી આથો જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...