દુકાનબંધ કરી દે નહીંતર જાનથી મારી નાંખીશું

મૂળી | મૂળીના રામપર ગામનાં સરપંચને ગામના જ શખ્સે દુકાન બંધ કરી દે તેમ કહી ગાળો દઇ જાનથી મારી નાંખવાની ધમકી આપતા...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:56 AM
Muli - દુકાનબંધ કરી દે નહીંતર જાનથી મારી નાંખીશું
મૂળી | મૂળીના રામપર ગામનાં સરપંચને ગામના જ શખ્સે દુકાન બંધ કરી દે તેમ કહી ગાળો દઇ જાનથી મારી નાંખવાની ધમકી આપતા ચકચાર ફેલાઇ છે. આ બનાવ અંગે સરપંચે મૂળી પોલીસ મથકે જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૂળી તાલુકાના રામપર ગામના સરપંચ રમેશભાઇ નરશીભાઇ કુંણપરા ગામમાં આવેલ પોતાની દુકાને હતા. તે દરમિયાન ગામનો જ ખોડાભાઇ પુંજાભાઇ કુંણપરા ત્યાં આવી દુકાન બંધ કરી દો તેમ કહી ગાળો બોલવા લાગ્યો હતો. આથી સરપંચ અને તેમના પુત્રએ કારણપુછતા ખોડાભાઇએ ઉશ્કેરાઇ જઇ લોખંડનો સળીયો લઇ આવી સરપંચ અને તેમના પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

X
Muli - દુકાનબંધ કરી દે નહીંતર જાનથી મારી નાંખીશું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App