સોમાસર-ટીડાણામાં નંદઘરનાં બિલ્ડિંગ ખુલ્લાં મુકાયાં

DivyaBhaskar News Network

Sep 17, 2018, 02:56 AM IST
Muli - સોમાસર-ટીડાણામાં નંદઘરનાં બિલ્ડિંગ ખુલ્લાં મુકાયાં
મૂળી તાલુકાનાં સોમાસર અને ટીડાણામાં રૂ.6.9 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ નંદઘર બન્ને ગામનાં સરપંચોનાં હસ્તે ખુલ્લા મુકાયા હતા. આથી સ્થાનિકોમાં આનંદ ફેલાયો હતો.

છેલ્લા ઘણા સમયથી નંદઘર માટે યોગ્ય મકાન ન હોવાથી બાળકોને અને આગંણવાડી વર્કરને મુશ્કેલી ભોગવવી પડતી હતી. તાજેતરમાં બન્ને ગામમાં આધુનિક સુવિધા ધરાવતી આંગણવાડી બનાવવાની શરૂઆત કરાઇ હતી. જે કામ પુર્ણ થતા શનિવારે તાલુકા વિકાસ અધિકારી ભાસ્કરભાઇ રાવલ, મામલતદાર એ.કે.જોષી તેમજ સીડીપીઓ ગીતાબા ઝાલાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ટીડાણામાં સરપંચ રાજેન્દ્રસિંહ પરમાર અને સોમાસર હસમુખભાઇ ગોલાણીએ આગંણવાડી ખુલ્લી મુકી હતી.

X
Muli - સોમાસર-ટીડાણામાં નંદઘરનાં બિલ્ડિંગ ખુલ્લાં મુકાયાં
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી