ગઢાદ પાસે રોડની બંને સાઇડ ખોદી નખાતાં હાલાકી

વાહનચાલકો ભારે પરેશાન બન્યા

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:56 AM
Muli - ગઢાદ પાસે રોડની બંને સાઇડ ખોદી નખાતાં હાલાકી
મૂળી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તાર તેમજ થાન સિરામિક ઉદ્યોગને જોડતા એવા મૂળી થાન રોડ તાજેતરમાં લાખોનાં ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. પરંતુ ગઢાદ પાસે રોડની બન્ને સાઇડ એક સાથે ખોદી નાંખવામાં આવી છે. તેમજ અગાઉ પણ ખોદકામ કરવામાં આવ્યુ હતુ તેની પણ પરિસ્થિતિ જેમની તેમ છે. આથી આ રસ્તા પર પસાર થતા વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. આ અંગે ગઢાદ ગામનાં સરપંચ વિક્રમસિંહ પરમાર, યુવરાજસિંહ સહિતનાંઓએ આ રસ્તા પર કોઇ અકસ્માત સર્જાઇ તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી માંગ કરી હતી.

ખોદકામ કરાતા પરેશાની વધી છે.

X
Muli - ગઢાદ પાસે રોડની બંને સાઇડ ખોદી નખાતાં હાલાકી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App