• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • દાહોદ જિ.ના 129 શ્રમિકો સાથે મોરબીમાં વિશ્વાસઘાત કરાયો

દાહોદ જિ.ના 129 શ્રમિકો સાથે મોરબીમાં વિશ્વાસઘાત કરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીમખેડાતાલુકાનાં ઝરોલા (દુ) ગામના સબુરભાઇ ટીટાભાઇ ડાંગી તથા ચતુરભાઇ સુરપાળભાઇ ડાંગી તેમજ ગામના તથા આજુબાજુના ગામોમાંથી કુલ 129 જેટલા આદિવાસી શ્રમિકોને અંતેલા ગામના પ્રતાપ સબુર કોળી, જેકોટના જવસીંગ કોળી તેમજ દેવગઢ બારિયાના યુવરાજ ટ્રાવેલ્સ વાળા પોપટસિંહ ચણતર, પ્લાસ્ટર, ટાઇલ્સ ફીટીંગ જેવા શ્રમકાર્ય માટે ગત 13મી ડીસે. 2016નાં રોજ મોરબી મુકામે જુના બસ સ્ટેન્ડ પાસેની કામધેનુ હાઉસીંગ બોર્ડમાં મજુરી કરાવવા માટે લઇ ગયા હતા. સતત ત્રણ માસ સુધી લીમખેડાનાં શ્રમિકોએ પરસેવો પાડી મજુરી કાર્ય કરી કામપૂર્ણ કર્યુ હતું. જેથી શ્રમિકોના બાકી રહેલાં 8 લાખ 60 હજાર રૂપિયા ચૂકવવા માટે ઝરોલાનાં સબુરભાઇ ડાંગી તથા ચતુરભાઇ ડાંગીએ મોરબીનાં બિલ્ડર-કોન્ટ્રાક્ટર પ્રજ્ઞેશભાઇ તથા દિનેશભાઇને જણાવ્યું હતું. ત્યારે તેઓએ અમારે તમારી સાથે કોઇ લેવા-દેવા નથી. અમારી પાસે પૈસા માંગશો તો બિભત્સ ગાળો ભાંડી બંદુકની ગોળી મારી નાંખીશુ તેવી ધમકીઓ આપતા ભયભીત બનેલા આદિવાસી શ્રમિકો પોતાના ખર્ચે ભાડુ ચુકવી ખાનગી વાહનમાં પોતાનાં વતન ભાગી આવ્યા હતા. ત્રણ ત્રણ માસ સુધી પરસેવો પાડી શ્રમિકોને શ્રમકાર્યનાં નાણાં નહિ મળતાં શ્રમિકોની સ્થિતિ દયનિય બની છે.

છેતરપીંડી-વિશ્વાસઘાત થયો હશે તો કાર્યવાહી કરીશુ

^ઝરોલા(દુ) ગામના શ્રમિકોએ લેખિતમાં અરજી આપી છે. તેઓને 8,60,000 રૂપિયા મજુરીનાં મળ્યા નથી અમે તપાસ હાથ ધરી છે. જો શ્રમિકો સાથે છેતરપિંડી કે વિશ્વાસઘાત થયો હશે તો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.>ડી.વી તડવી.પી.આઇ, લીમખેડા

બિલ્ડરે અમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

^અમેકામધેનુ હાઉસીંગ બોર્ડમાં ત્રણ માસ સુધી મજુરી કરી કામ પુરૂ કર્યુ હતું. અમને કોન્ટ્રાક્ટરે મજુરીનાં પૈસા ચુકવ્યા નથી. જેથી બિલ્ડર દિનેશભાઇ પાસે મજુરીનાં પૈસા માંગતા તેમણે અમને તમારી સામે મારે કોઇ લેવા દેવા નથી મે પ્રતાપને પૈસા આપી દીધા છે. હવે અહી આવશો તો ગોળી મારીને મારી નાંખીશુ તેવી ધમકી આપતાં અમે ડરી જઇ વતનમાં ભાગી આવ્યા છીએ.>સબુરભાઇ ડાંગી,શ્રમિકઝરોલા

અમે મોરબી લેબર કોર્ટમાં પણ અરજી કરી છે

^સંકલ્પઇન્ડસ્ટ્રી તથા માયા કન્સ્ટ્રકસન કંપનીના પ્રજ્ઞેશભાઇ અને દિનેશભાઇ પાસે ઉતરાયણ વખતે મજુરીનાં પૈસા માંગ્યા હતા. ત્યારે કામ પુરુ થશે એટલે એક સાથે મજુરી ચુકવી દઇશુ તેવુ કહ્યું હતું. કામ પુરૂ થયા પછી 8મી માર્ચે મજુરીનાં પૈસા માંગતા અમને ગોળીથી મારી નાખવાની ધમકી આપી ચુપચાપ અહીથી ચાલ્યા જાઓ તેવુ જણાવ્યું હતું. અમે મોરબી લેબર કોર્ટમાં પણ અરજી કરી છે. પરંતુ કોઇએ દરકાર કરી નથી. >ચતુરભાઇ ડાંગી,શ્રમિકઝરોલા, તા.લીમખેડા

આદિવાસી પ્રજાનાં મસીહા બનેલા નેતાઓ શ્રમિકોને ન્યાય અપાવે

આદિવાસીપ્રજાને રોજગારી, ન્યાય, આર્થિક સધ્ધરતા મળે તે માટે વિવિધ પક્ષોના રાજકિય નેતાઓ આદિવાસી પ્રજાનાં મસીહા બની મંચ ઉપરથી ધારદાર પ્રવચનો કરતાં હોય છે. ત્યારે આદિવાસી પ્રજા રોજી-રોટી-રોજગારી માટે સ્થળાંતર કરી ગુજરાતનાં અનેક શહેરોમાં શ્રમકાર્ય કરે છે. ત્યારે મજુરીનાં નાણામાં થતી છેતરપિંડી અને વિશ્વાસઘાત સમયે રાજકિય નેતાઓએ ન્યા અપાવવા આગળ આવવુ જરૂરી છે.

બિલ્ડર-કોન્ટ્રાક્ટર 3 માસની મજુરીનાં 8.60 લાખ ચુકવતાં નથી

શ્રમિકોને બંદુકની ગોળીથી મારવાની ધમકી આપતા ભયભીત શ્રમિકો વતન ભાગી આવ્યા : મોરબીના કામધેનુ હાઉસીંગ બોર્ડમાં શ્રમિકોએ કામ કર્યુ હતુ

અન્ય સમાચારો પણ છે...