આરટીઇનો ભંગ કરનાર બે શાળાને નોટિસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાઇટટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ આપનારી શાળાના સંચાલકો સામે શિક્ષણ વિભાગે લાલ આંખ કરી છે અને મોરબીની બે શાળાને નોટિસ ફટકારીને શા માટે પ્રવેશ આપવામાં નથી આવ્યો તે અંગે ખુલાસા માંગ્યા છે. કેન્દ્ર સરકારના રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ મુજબ ગરીબ વર્ગના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ મળી રહે તે માટે મોરબી જિલ્લામાં 400 વિદ્યાર્થીઓને આરટીઇ મુજબ પ્રવેશ આપવાની જોગવાઇ છે. ત્યારે ડીઈઓ સેન્ટ મેરી શાળા અને સ્વામિનારાયણ ગુરુકૂળ બે શાળાને નોટિસ ફટકારવામાં આવી છે અને બાળકોને પ્રવેશ આપવા બાબતે ખુલાસો કરવા તેમજ આકરા પગલાં ભરવાનું પણ નોટિસમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...