• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • મોરબીના સામાકાંઠાના રહેણાકમાંથી દાગીના મળી ~ 11.20 લાખની ચોરી

મોરબીના સામાકાંઠાના રહેણાકમાંથી દાગીના મળી ~ 11.20 લાખની ચોરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારીની ગ્રીલ તોડીને તસ્કરોએ ઘરમાં પ્રવેશવાનો માર્ગ મોકળો કર્યો

ભાસ્કર ન્યુઝ મોરબી

મોરબીનીસામાકાંઠે આવેલી સોસાયટીમાં પટેલ પરિવારના મકાનની બારીની ગ્રીલ તોડીને તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરીને કબાટમાં રાખેલા લાખોની રોકડ રકમ, સોનાના દાગીના મળીને કુલ ૧૧.૨૦ લાખનો મોટો હાથફેરો કર્યો હતો.

મોરબીના સામાકાંઠે આવેલી મહારાણા પ્રતાપ સોસાયટીના રહેવાસી રાજુભાઈ દેવશીભાઈ પટેલ નામના વેપારીએ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૨ ના રોજ રાત્રીના તેનો પરિવાર નીચે મકાનને તાળા લગાવીને છત પર સુવા માટે ગયો હતો ત્યારે રાત્રી તસ્કરોએ તેના મકાનની બારીની ગ્રીલ તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરના અંદરના રૂમમાં કબાટના દરવાજા તોડીને તેમાં રાખેલા રોકડ રકમ રૂપિયા ૧૦ લાખ તેમજ ચાર તોલા સોનાનું મંગલસૂત્ર, ૧-૧ તોલાના સોનાના બે ચેન મળીને કુલ ૧૧.૨૦ લાખની માલમત્તાની ચોરી કરીને નાસી છૂટ્યા હતા.

પટેલ પરિવારને સૂતો રાખીને તસ્કરોએ કબાટમાં રાખેલા દાગીના ચોર્યા હતા.

પેટ્રોલિંગ સઘન બનાવવા માગણી

સામાકાંઠાવિસ્તારમાં લાખોની ચોરીની ઘટનાને પગલે સ્થાનિક રહેવાસીઓમાં ભય વ્યાપી ગયો છે, તેમજ પોલીસની કામગીરી પ્રત્યે લોકોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. આથી પોલીસ નાઈટ પેટ્રોલિંગ સતત કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

તસ્કરોપોતાના હથિયાર છોડી ગયા

પટેલવેપારીના ઘરને નિશાન બનાવનાર તસ્કરો બારીની ગ્રીલ તોડવા માટે જે હથિયારો લાવ્યા હતા તે ચોરી કર્યા બાદ ત્યાં છોડીને નાસી ગયા હતા ત્યારે પોલીસને પ્રાથમિક પુરાવા રૂપે હથિયારો તપાસમાં કામ લાગી શકે છે, તેમજ લાખોની ચોરીના ભેદને ઉકેલવા તેમજ તસ્કરો સુધી પહોંચવા માટે પોલીસ ડોગ સ્કવોડની પણ મદદ લેશે તેમ પણ પોલીસના સુત્રો જણાવી રહ્યા છે.

અગાસી પર સૂતેલા પરિવારની નીંદર બગાડ્યા વગર ચોરોએ કામ તમામ કરી લીધું

અન્ય સમાચારો પણ છે...