તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Morbi
 • ‘સૌની’ યોજનાથી મચ્છુ નદી પરના તમામ ચેકડેમ છલકાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘સૌની’ યોજનાથી મચ્છુ નદી પરના તમામ ચેકડેમ છલકાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચાલુવર્ષે ખેતીલાયક વરસાદ પ્રમાણમાં સારો હોવા છતાં પણ ધોધમાર વરસાદ નહિ વરસતા મોટાભાગના ડેમો સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભરાયા હતા. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડ્રીમ યોજના જેવી સૌની યોજનાને લીધે મચ્છુ -2 ડેમમાં નર્મદાનું કેનાલનું પાણી આવવાથી અને પાણી છોડવાથી મચ્છુ ડેમ -3 આખેઆખો ભરાઈ ગયો છે. અને તેની હેઠવાસમાં આવતા ચેકડેમો પણ ભરાઈ ગયા હોવાનુ મોરબીના ધારાસભ્યે જણાવ્યું હતું.

ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું છેકે મચ્છુ-2 ડેમમાંથી પાણી છોડવાથી મચ્છુ-3 ડેમ ભરાઈ ગયો છે તો તેની ડાઉન સ્ટ્રીમમાં માળિયા (મી.)ના તમામ 7 ચેકડેમો પણ ભરાઈ ગયા છે જેથી 15000 વીઘા જમીનને પાણીનો લાભ મળશે. ખેતરે ખેતરે પાણી પહોંચાડવાની નેમ સાથે વડાપ્રધાને અમલમાં મુકેલી સૌની યોજનાથી થનારા લાભના ટ્રેલર જેવી સ્થિતિથી મોરબી માળિયા વિસ્તારના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

મચ્છુ ડેમ -3 આખેઆખો ભરાઈ ગયો

15000 વીઘા જમીનને પાણીનો લાભ મળશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો