• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • સાંસદને દિવાળી વખતે નલિયા દુષ્કર્મકાંડની જાણ થઈ ગઈ હતી

સાંસદને દિવાળી વખતે નલિયા દુષ્કર્મકાંડની જાણ થઈ ગઈ હતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યભરમાંચોમેર ગાજેલા દુષ્કર્મકાંડમાં ભાજપના નેતાઓ સામે સંડોવણીના આક્ષેપો થઇ રહ્યા છે તેવામાં શુક્રવારે કચ્છ - મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ ઘટના તેમને દિવાળી સમયે એટલે કે ત્રણ માસ પહેલાં ધ્યાનમાં આવી હતી ફરિયાદ માટે સૂચના આપી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. વકીલને કોઇ ભલામણ નહીં ચલાવવા અને જો દુષ્કર્મકાંડની વિગતો અાવે તો પોલીસ વડાને તત્સમયે ફરિયાદ લેવાની સૂચના આપી હોવાની પણ ચોંકાવનારી વાત માધ્યમો સમક્ષ મૂકી હતી. રાજકીય વિરોધીઓના કૃત્યને તેમણે વખોડ્યું હતું અને તેમની સામે કાર્યવાહી કરાશે તેમ પણ જણાવ્યું હતું.

ચાવડાએ ઉમેર્યું કે, વકીલ અને આરોપીના સગાને મળીતે સ્પષ્ટતા કરાઇ હતી કે આમાં કેસને દબાવવાની તેમણે કોઇ ભલામણ કરી નથી. વિપક્ષના લોકો કે રાજકીય વિરોધીઓનું ષડયંત્ર હોય રીતે તેમના નામનો ઉપયોગ કરવાનું કૃત્ય કરીને ભાજપ અને સરકારને બદનામ કરાઇ છે તેને સખત શબ્દોમાં તેમણે વખોડી હતી.

આરોપી વસંતે માગ્યા આગોતરા જામીન

દુષ્કર્મકાંડનાઆરોપી ગાંધીધામ સુધરાઇના કાઉન્સિલર વસંત કરસન ભાનુશાળીએ શુક્રવારે ભુજની અદાલતમાં આગોતરા જમીન માટે અરજી કરી છે, જેનું હિયરિંગ મંગળવારે થવાનું હોવાની વાત જાણવા મળી છે. પક્ષના મોવડીઓ દ્વારા કડક કાર્યવાહીના આદેશો છૂટવાની સાથે ભૂગર્ભમાં રહેલા આરોપી બહાર આવવા લાગ્યા છે.

સંવેદનાનો મુદ્દો છે રાજકીય નહીં: કોંગ્રેસ

નલિયાનાદુષ્કર્મકાંડને રાજકીયરૂપ અપાઇ રહ્યું છે, તેવા ભાજપ દ્વારા કરાયેલા નિવેદનની પ્રતિક્રિયા આપતાં કચ્છ જિલ્લા કોંગ્રેસે મુદ્દો રાજકીય નહીં પણ સંવેદનાનો હોવાથી ખરેખર તો સત્તાધારી પક્ષે લાજવાના બદલે ગાજવાનું બંધ કરીને પીડિતાને ન્યાય અપાવવા આગળ આવવું જોઇએ તેમ જણાવ્યું છે.

ભાજપ ભીંસમાં વધુ એક પત્રકાર પરીષદ

દુષ્કર્મકાંડનોરેલો ભાજપીઓ સુધી પહોંચતાં સમગ્ર સંગઠન અને સરકાર બન્ને હલી ઉઠ્યાં છે. પ્રદેશ સંગઠનના મહામંત્રી અને જેમાં કચ્છનો સમાવેશ થાય છે, તેવા ઉત્તર ગુજરાત ઝોનના પ્રભારી કે.સી. પટેલ ડેમેજ કન્ટ્રોલ કરવા દોડી આવ્યા હતા અને પત્રકાર પરિષદ યોજી હતી. ગુરુવારે પણ કચ્છ ભાજપે પત્રકાર પરિષદ યોજી હતી.

પીડિતાએ અઠવાડિયા પહેલાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો તેના નિશાન બતાવ્યાં.

સેક્સરેકેટમાં સંડોવાયેલા હોવાના આક્ષેપો બાદ સાંસદનો ઘટસ્ફોટ, કેસ દબાવવાની ભલામણ કર્યાનો ખુલાસો

અન્ય સમાચારો પણ છે...