• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • મોરબીના વોટરપાર્કમાં વીજશોકથી મોતના પગલે વીજજોડાણ રદ કરાયું

મોરબીના વોટરપાર્કમાં વીજશોકથી મોતના પગલે વીજજોડાણ રદ કરાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીનજીક આવેલા શારદાનગર નજીક મજૂરને પાણીની મોટરથી વીજશોક લાગતાં તેનું મોત નીપજ્યું હતું, જે મામલે વોટરપાર્કના સંચાલકોની બેદરકારી સામે આવતાં પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક ધોરણે વીજ કનેક્શન રદ કરી દેવામાં આવ્યું હતું.

મોરબીના શારદાનગર નજીક આવેલા ઓમ વોટરપાર્કમાં કામ કરતા મજૂર રાજુભાઇ ભીલનું વીજશોકથી મોત થયું હતું અને તે કેસમાં ઢાંકપિછોડો કરવા માટે વોટરપાર્ક નજીક આવેલી વાડીનો ખેતમજૂર હોવાનું અને વાડીમાં પાણી વાળતી વેળાએ મોટરમાં વીજશોક લાગ્યાનું જણાવ્યું હતું. જો કે, મામલે પોલીસ કર્મચારીઓએ કોઇની પણ શેહ શરમમાં આવ્યા વગર વિગતે તપાસ હાથ ધરવામાંં આવતાં અાખી નવી ઘટના બહાર આવી હતી અને ઘટનાનો પર્દાફાશ થયો હતો તેમજ પાર્કના સંચાલકોની બેદરકારી બહાર આવી હતી. અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટના મુદ્દે પીજીવીસીએલના નાયબ ઇજનેર પરમાર સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વોટરપાર્કમાં વીજ મીટરમાં મેજર ફોલ્ટ જોવા મળ્યો હતો, અને શોક સર્કિટની શક્યતાઓ ધ્યાને લઇને વોટરપાર્કનું વીજજોડાણ હાલની તકે રદ કરી દેવામાં આવ્યું છે, અને મામલે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે, જ્યારે સંચાલકો તરફથી યોગ્ય કરવામાં આવશે ત્યાર પછી નિયમ મુજબ કનેકશન આપવામાં આવશે.

શું કહે છે PGVCLના ઇજનેર

અન્ય સમાચારો પણ છે...