• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • રાજ્યમાં અતિવૃષ્ટિને કારણે 73723 લોકો રાહત છાવણીમાં

રાજ્યમાં અતિવૃષ્ટિને કારણે 73723 લોકો રાહત છાવણીમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
24 કલાકમાં 34 માનવ મૃત્યુ, અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 128 થયો

રાજ્યમાંસતત ચાલુ રહેલા ભારે વરસાદને કારણે બનાસકાંઠા, પાટણ સિવાયના વિસ્તારો પણ પૂરના સપાટામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લામાં ગુરુવારે 10 હજાર જેટલા લોકોને સ્થળાંતરિત કરવા પડ્યા હતા. ઉપરાંત પાટણ, ગાંધીનગર, મહેસાણા, ખેડા, મોરબી, વલસાડ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, આણંદ અને સાબરકાંઠામાં પણ પૂરના પગલે દિવસ દરમિયાન કુલ 20716 લોકોનું સ્થળાંતર કરાયું હતું. અત્યારસુધીમાં 73723 લોકોને રાહત છાવણીમાં આશરો આપવામાં આવ્યો છે.

દિવસ દરમિયાન કુલ 1872થી વધુ લોકોને રેસ્ક્યૂ કરાયા હતા. બચાવ કામગીરીમાં એનડીઆરએફની 32, એસડીઆરએફની 7 અને બીએસએફની 18 ટીમો કાર્યરત છે. ડીસા- ધાનેરા હાઇવે પૂર્વવત્ કરાયો છે. જો કે, હજુ પણ 5 નેશનલ હાઇવે, 30 સ્ટેટ હાઇવે, પંચાયતના 731 અને અન્ય 105 મળીને કુલ 871 રસ્તાઓ બંધ છે. બનાસકાંઠાના 135, પાટણના 113, અમદાવાદના 9, ખેડાના એક અને ગાંધીનગરના બે ગામો મળી કુલ 266 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. છેલ્લા 24 કલાકમાં 34 માનવ મૃત્યુ નોંધાતા કુલ મૃત્યુ આંક 128 થયો છે. 1889 પશુના મોત થયા છે.

અન્ય સમાચારો પણ છે...