તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બગથળા ગામની ગીરગાય રાજ્યમાં પ્રથમ ક્રમે આવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરબીનજીકના બગથળા ગામે આવેલા નકલંકધામમાં સંચાલિત ગોશાળામાં અનેક ગીર ગાય ઓલાદોની સારી રીતે જાળવણી કરવામાં આવી છે. ત્યારે તાજેતરમાં યોજાયેલા તરણેતર લોકમેળામાં આયોજિત પશુપ્રદર્શન હરીફાઈ યોજવામાં આવી હતી જેમાં નકલંક જગ્યાની ગોશાળાની ગીર ગાય રાજયમાં પ્રથમ ક્રમે રહીને વિજેતા બની હતી.

મોરબીના બગથળા ગામે નકલંકધામ મંદિરના મહંત દામજી ભગતની પ્રેરણાથી ગોશાળા ચલાવવામાં આવે છે જ્યાં ૧૦૦ થી વધુ ગાયોના ઉછેર અને જાળવણી કરવામાં આવે છે તો ગોશાળાની દોઢ વર્ષની ગાયે હજુ થોડા દિવસો પૂર્વે દૂધ આપીને લોકોમાં કુતુહલ જગાવ્યું હતું તો ગોશાળામાં સાચવી રાખવામાં આવેલી ગીરગાયની ઓલાદે ફરીથી મોરબીને ગૌરવ અપાવ્યું છે.

ગોશાળામાં ત્રણ વર્ષની ગાય છે જેનું નામ પ્રભાવતી છે જેને તરણેતર લોકમેળામાં પશુપ્રદર્શન હરીફાઈમાં રાજ્યમાં ગીરગાય ઓલાદમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. લોકમેળામાં દર વર્ષે પશુપ્રદર્શન યોજવામાં આવે છે. જેમાં ગીર ગાયના તમામ લક્ષણો જોઇને શ્રેષ્ઠ ગાયનો એવોર્ડ આપવામાં આવે છે.

જેમાં મોરબીની ગીર ગાય રાજ્યમાં સૌથી શ્રેષ્ઠ ગીર ગાય તરીકેનો એવોર્ડ જીતવામાં સફળ રહી છે. અને વિજેતા તરીકે ૨૫૦૦૦ નું રોકડ પુરસ્કાર પણ ગાયને અર્પણ કરવામાં આવ્યું હતું. નકલંકધામ સંચાલિત ગોશાળામાં રાજાશાહી વખતે આપવામાં આવેલી શ્રેષ્ઠ ઓલાદના જતન કરવામાં આવ્યા છેે.

એન્ડ એવોર્ડ ગોઝ ટુ પ્રભાવતી.

તરણેતરના મેળામાં આયોજિત સ્પર્ધામાં

નકલંક જગ્યામાં સારી રીતે સચવાય છે ગાય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો