વેણાસર, મંદરકીમાંથી વધુ 300 લોકોનું સ્થળાંતર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માળિયાપંથકને મચ્છુ ડેમના વહેણે જળતરબોર કર્યા બાદ હજુ માળિયા પંથકના લોકો પરથી આફતના વાદળો દુર થયા નથી બનાસકાંઠામાં પુરની સ્થિતિ વચ્ચે બનાસ નદીના પાણી છેક હળવદના નાના રણ થઈને માળિયા સુધી પહોંચતા મોરબીનું વહીવટી તંત્ર એનડીઆરએફ ટીમ સાથે સ્ટેન્ડ ટૂ જોવા મળે છે જેમાં વધુ ૩૦૦ લોકોના સ્થળાંતર કરવામાં આવ્યા છે.

બનાસ નદીના વહેણ માળિયાના ખાડી વિસ્તાર સુધી પહોંચાડવાની સંભાવનાને પગલે જીલ્લાના વહીવટી તંત્ર દ્વારા આગોતરા તૈયારી કરવામાં આવી હતી જેમાં અગાઉ મંદરકી અને વેણાસર સહિતના ગામોમાંથી કુલ ૯૦૦ લોકોના સ્થળાંતર કરવામાં આવ્યા હતા અને ગુરુવારે પણ એનડીઆરએફ ટીમ, અધિક કલેકટર પી.જી.પટેલ, ડેપ્યુટી ડીડીઓ ગોવાણી તેમજ ખાણ ખનીજની ટીમને સ્ટેન્ડ ટૂ રાખવામાં આવી હતી.

ગુરુવારે પણ બનાસ નદીના વહેણ યથાવત રહેતા મંદરકી અને વેણાસર ગામમાંથી વધુ ૩૦૦ લોકોના સ્થળાંતર કરવામાં આવ્યા હતા. શુક્રવારે ધીમી આવક ચાલુ હતી જોકે તંત્રની ટીમ સતત સ્થિતિનું મોનીટરીંગ કરી રહી છે તો એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ ટૂ હોવાથી હાલ સ્થિતિ કાબુમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

માળિયા પંથક પરથી હજુ પણ જાણે આફત દુર થવાનુ નામ લેતી નથી. મચ્છુના ધસમસતા પ્રવાહથી સમગ્ર પંથકને ખેદાન-મેદાન કરી નાખ્યા પછી હવે બનાસના પાણી માળિયા પંથકમાં ધસી આવતાં પરિસ્થિતિ માંડ થાળે પડી હતી કે ફરી વણસી ગઇ છે. પંથકના વેણાસર તેમજ મંદરકીમાંથી વધુ 300 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જોકે આના પરથી તંત્ર હજુ પણ શાંતીનો શ્વાસ લઇ શકે તેવું અત્યારે તો લાગતુ નથી. લોકોને સાવચેત રહેવા આથી તાકીદ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...