પોલ્યુશન બોર્ડની કચેરીને પગલાં ભરવા રજૂઆત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલ્યુશન બોર્ડની કચેરીને પગલાં ભરવા રજૂઆતમોરબીનજીકના જુદા જુદા કારખાનાના ગંદાં પાણી ગામના વોંકળા તેમજ ચેકડેમો અને તળાવમાં ભળે છે જેના પગલે દૂષિત થયેલું પાણી ખેતીમાં કામ આવતું નથી તેમજ પીવાના પાણી દૂષિત થતાં હોવાની સમસ્યાથી ગ્રામજનો પીડાય રહ્યા છે ત્યારે ગ્રામજનોની સમસ્યાને ધ્યાને લઈને કોંગ્રેસ અગ્રણી અને હુમન રાઈટ્સના જનરલ સેક્રેટરીએ પોલ્યુશન બોર્ડની સ્થાનિક કચેરીએ તેમજ ગાંધીનગરની કચેરીમાં યોગ્ય પગલાં ભરવાની માગ ઉઠાવી છે.

સૌરાષ્ટ્ર ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ ગુજરાત પોલ્યુશન બોર્ડની સ્થાનિક કચેરીએ કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે,શનાળા (તળાવિયા)ગામના વોંકળામાં ઉપરવાસમાં કેટલાક જુદા જુદા કારખાનાના ગંદાં પાણી આવવાથી વોંકળામાં ચેકડેમો,ગામના તળાવનું પાણી ખેતીના ઉપયોગમાં લઇ શકાતું નથી કારણે તળાવ તથા ચેકડેમના લાભને બદલે ખેડૂત ખાતેદારોને નુકસાની અને હેરાનગતિ સહન કરવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...